બાલાસિનોર પરબીયા ગામે દેશી દારૂનુ વેચાણ કરનાર ઈસમ ઝડપાયો.
બાલાસિનોર પોલીસ સ્ટેશન ના પોલીસ કમૅચારીઓ જયારે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ હતા. તે સમય દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે પરબીયા ગામે એક ઈસમ પોતાના ઘેર દેશી દારૂ ગાળી અને વેચાણ કરે છે. જેથી પોલીસ કમૅચારીઓ દ્વારા બાતમીના આધારે નજીકના બે રાહદારી પંચોના માણસોને બોલાવી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ઇસમના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો. આમ પોલીસ કમૅચારીઓ દ્વારા ઈસમના ઘરમાંથી દેશી દારૂ પકડીને તેના વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.