*હિંમતનગર શહેરમાં અશાંતધારા વિસ્તારોમાં સમાવિષ્ટ મિલકતોની તબદીલી અને મંજૂરી માટે પ્રાંત કચેરીનો સંપર્ક કરવો* - At This Time

*હિંમતનગર શહેરમાં અશાંતધારા વિસ્તારોમાં સમાવિષ્ટ મિલકતોની તબદીલી અને મંજૂરી માટે પ્રાંત કચેરીનો સંપર્ક કરવો*


*હિંમતનગર શહેરમાં અશાંતધારા વિસ્તારોમાં સમાવિષ્ટ મિલકતોની તબદીલી અને મંજૂરી માટે પ્રાંત કચેરીનો સંપર્ક કરવો*
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સરકારશ્રીના મહેસૂલ વિભાગના જાહેરનામા નં GHM-2022-M-131-PRCH-UO-1-H.1, તા.૨૧/૧૦/૨૦૨૨ થી હિંમતનગર શહેરના અલ્કાપુરી પોલો ગ્રાઉન્ડ વિસ્તાર( પંચદેવ મંદિર, રાજેંદ્રબાગ, તબેલા વિસ્તાર, અંબર સિનેમા, કેશર વિલાસ વેપાર ભવન હનુમાનજી મંદિર, ગણપતિ –ગાયત્રી મંદિર, મેમણ કોલોનિ, સર્વોદય સહકારી બેંક, ડો વડાલીવાળા, ઘર બગીચા વિસ્તાર, સ્વામિનારાયણ મંદિર વિસ્તાર, જેમાં હિંમતનગર 441, 458,459, 619, 621, 1355, 1356, 1656 થી 1684, 2605 થી 2687, 4514 થી 4519 તથા 4526 થી 5407 વાળા વિસ્તારની 21/ 10/ 2022 થી 20/ 10/ 2027 સુધી અશાંત ધારા હેઠળ જાહેર કર્યું છે જે હાલ ચાલુમાં છે.
ગુજરાત અશાંત વિસ્તાર (સુધારા) અધિનિયમ 2019 (2020 નો ગુજરાતનો 17મો) ના સુધારા અધિનિયમની કલમ-૨ માં સને 1991 ના ગુજરાતના ૧૨મા અધિનિયમની કલમ -૨ના સુધારા કરવામાં આવેલ છે. જે મુજબ ૨(૧) ખંડ (ક)માં, અંતે તેમાં અશાંતધારાની હદની નજીકના પાંચસો મીટરના વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલ છે.
ડેપ્યુટી સેક્રેટરી ટુ ગવર્મેન્ટ, મહેસુલ વિભાગના તા. 18/ 4/2023 ના જાહેરનામા નંબર GHM/2023/M/34/PRCH/102011/UO/1/H.1 થી હિંમતનગર શહેરના અલ્કાપુરી પોલોગ્રાઉન્ડ વિસ્તારના સી.સ.નં. 441, 458,459, 619, 621, 1355, 1356, 1656 થી 1684, 2605 થી 2687, 4514 થી 4519 તથા 4526 થી 5407 વાળા (કુલ-1009 સર્વે નંબરો) વિસ્તારો તથા તેની આસપાસના ૫૦૦ મીટરની ત્રિજ્યામાં સમાવિષ્ટ સિટી સર્વે નંબરોવાળા વિસ્તારની મિલકતની તબદીલીની કાર્યવાહી કરવામાં અધિકારીઓ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી હિંમતનગર નાઓને સુપ્રત કરવામાં આવેલ છે.
હવે પછી અશાંતધારા વિસ્તારમાં સમાવિષ્ટ મિલકતની તબદીલી માટે અશાંતધારા હેઠર મંજૂરી મેળવવા માટેની અરજીઓ તથા અશાંતધારાની લગતી અન્ય તમામ આનુષાંગિક કામગીરી માટે અરજદારશ્રીઓએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની કચેરી બ્લોક એ બીજો માળ બહુમાળી ભવન, હિંમતનગરની કચેરી નો સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા મેજિસ્ટ્રેટ સાબરકાંઠા હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.