જસદણના ભાડલા પો.સ્ટે. વિસ્તારના રામળીયા ગામના દાખલ થયેલ લેન્ડ ગ્રેબીંગના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી ભાડલા પોલીસ - At This Time

જસદણના ભાડલા પો.સ્ટે. વિસ્તારના રામળીયા ગામના દાખલ થયેલ લેન્ડ ગ્રેબીંગના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી ભાડલા પોલીસ


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ તાલુકાના ભાડલા પો.સ્ટે. દાખલ થયેલ ગુન્હાના કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપીને સત્વરે પકડી પાડવા રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોર દ્વારા સુચના કરેલ હોય, જે અન્વયે સદરહું ગુન્હાની તપાસ કરનાર ગોંડલ વિભાગ-ગોંડલના ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલા ના સીધા માર્ગદર્શન અને સુચના મુજબ ઉપરોક્ત ગુન્હાના આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
ભાડલા પો.સ્ટે. વિસ્તારના રામળીયા ગામની સીમના રેવન્યુ સર્વે નં.-૧૦૫/પૈકી ૧ ની હે.આરે.ચો.મી. ૧-૪૫-૬૯ જેટલી જમીન ફરીયાદી જયંતિલાલ નાથાભાઇ ગાજીપરા ધંધો-ખેતી રહે.-ખારચીયા (સરધાર) તા.-જી.- રાજકોટ વાળાની માલીકીની હોય, જે જમીનનો કબ્જો આ કામનો આરોપી ધરાવતો હોય, જે જમીનનો કબ્જો ખાલી કરવા માટે આ કામના ફરીયાદી દ્વારા આ કામના આરોપીને અવાર-નવાર કહેવા છતા આ કામના ફરીયાદીની હાલની જંત્રી મુજબની કિં.રૂ.-૮,૧૬,૦૦૦/- ની જમીન આ કામના આરોપીએ ખાલી ન કરી, કોઇ પણ જાતના હક્ક દાવા વગર ગેરકાયદેસર રીતે કબ્જો કરી લઇ, બળજબરીથી પચાવી પાડી ગુન્હો કરેલ હોય, જે બાબતેની ફરીયાદીએ ફરીયાદ લખાવતા ભાડલા પો.સ્ટે. પાર્ટ ગુ.ર.નં૧૧૨૧૩૦૦૫૨૪૦૨૧૩/૨૦૨૪ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ (લેન્ડ ગ્રેબીંગ) કાયદાની કલમ ૪(૧), ૫ મુજબ ગુન્હો દાખલ થયેલ છે. જેમા પકડાયેલ આરોપી રાઘવભાઇ નાથાભાઇ ગાજીપરા રહે.-રાજકોટ, હરીધવા મેઇન રોડ ભવનાથ સોસાયટી ૦૧ તા.-જી.-રાજકોટ કામગીરી કરનાર ટીમ કે.જી.ઝાલા ના.પો.અધિ. ગોંડલ વિભાગ-ગોંડલ એ.એન.કામળીયા, પો.સબ.ઇન્સ. ભાડલા પોલીસ સ્ટેશન નાયબ પોલીસ અધિક્ષકની કચેરી-ગોંડલ પોલીસ તથા ભાડલા પોલીસ ટીમ એ કામગીરી કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.