ગઢડામાં સર્વોપરી ગૌ શાળા ખાતે પાર્ષદ સંજયભગત દ્વારા મહા હરિયાગનો ભવ્ય પ્રારંભ - At This Time

ગઢડામાં સર્વોપરી ગૌ શાળા ખાતે પાર્ષદ સંજયભગત દ્વારા મહા હરિયાગનો ભવ્ય પ્રારંભ


ગઢડા (સ્વા). ખાતે હરીપર રોડ સ્થીત સર્વોપરી ગૌ શાળા ખાતે વડતાલ ગાદીના પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા એવમ્ આશિર્વાદ સાથે આજથી ત્રીદિવસીય મહા હરીયાગનો ભવ્ય પ્રારંભ કરવામા આવ્યો હતો. તા.૩૦-૩૧-૧ આમ ત્રણ દિવસ સુધી ચાલનારા આ મહા હરિયાગ પ્રસંગે તા.૧/૧૧/૨૦૨૨ ગોપાષ્ટમીના દિવસે વિશેષ પુ.ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધારી યજ્ઞનુ બીડુ હોમશે તેમજ ગોપાષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગાયોનુ પૂજન કર્યુ હતુ તે પવિત્ર દિવસે પુ.લાલજી મહારાજ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ જે ગાયોનુ દુધ પીતા તેવી પ્રસાદીના વેલાની ધમલ અને બાહોલ ગાયોનુ પૂજન કરવામા આવશે ત્યારબાદ ધર્મકુળ આશ્રીત સંતો તથા પુ.લાલજી મહારાજશ્રીના આશીર્વાદ અને મહા પ્રસાદનો લાભ મળશે અને આ કાર્યક્રમ ને સંપન્ન કરવામાં આવશે તેવુ સર્વોપરી ગૌ શાળાના સંચાલક અને ગુજરાત રાજ્ય ગૌ રક્ષક કમાન્ડો પ્રમુખ એવા પાર્ષદ સંજયભગત દ્વારા જણાવવામા આવ્યુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.