પૂર્વ ધારાસભ્ય ઠુંમર ની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત. બિનઅનામત આયોગ વિદ્યાથી માટે આવક મર્યાદા અને વ્યાજ ના ધોરણો ના સ્લેબ બદલો માંગ
પૂર્વ ધારાસભ્ય ઠુંમર ની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત. બિનઅનામત આયોગ વિદ્યાથી માટે આવક મર્યાદા અને વ્યાજ ના ધોરણો ના સ્લેબ બદલો માંગ
અમરેલી બિનઅનામત આયોગ વિદ્યાથી લોન અંગે આવક ખર્ચ ૬ લાખને બદલે ૧૦ લાખ કરવા અને લોન ભરપાઇ સમયે પ્રથમ મુદલ અને ત્યારબાદ વ્યાજ ભરપાઇ કરવા નિર્ણય થવા બાબત.રાજ્ય ના મુખ્ય મંત્રી ને પત્ર પાઠવતા પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર
રાજ્ય સરકારે બિન પછાત આયોગની નિગમ તરીકેની સ્થાપના કરી છે તે અનામતમાં ન આવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખુબજ સારી બાબત છે. હોશિયાર વિદ્યાર્થી અનામતમાં આવતા નથી તેઓને લોન મળે છે અને ઉચ્ચ અભ્યાસની તક મળે છે તે તેના ભવિષ્ય માટે ખુબજ ફાયદાકારક છે પરંતુ વિદ્યાર્થીના વાલી-પિતા ખેતી ધરાવતા હોય, ખેતીની આવક ઇન્કમટેક્ષ ફ્રી છે પરંતુ રીટર્ન ફાઇલ સમયે પોતાની ખેતીની આવક કોઇ વર્ષમાં ૬ લાખથી વધી જતી હોય છે દુષ્કાળ હોય ત્યારે આ આવક ખુબજ મર્યાદિત થતી હોય છે. વિદ્યાર્થીને આ બિન અનામત લોનનો લાભ લેવા સમયે તે વર્ષ દરમ્યાન સારા વરસાદ અને ઉત્પાદન થાય ત્યારે આવક વધતી પણ હોય છે. વાલીની આવક ૬ લાખ આજુ-બાજુ હોય તો તેવા વિદ્યાર્થીને લોન આપી શકતા નથી અને તેમના અભ્યાસ ઉપર અસર થાય છે. કેન્દ્ર સરકાર ૧૨ લાખની આવક મર્યાદાના કરેલ હોઇ, તેને પણ ધ્યાને રાખી આ આવક મર્યાદા ૧૦ લાખ સુધી કરવી ખુબજ જરૂરી છે. યુવાનોના ઉચ્ચ અભ્યાસ માટે સરકાર પણ ચિંતિત છે. તો અનામતમાં ન આવતા વિદ્યાર્થીઓ માટે ગંભીરતાપુર્વક વિચારી સકારાત્મક નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી છે.
તેમજ આ લોન ભરતા સમયે પ્રથમ વ્યાજ વસુલ લેવામાં આવે છે, વિદ્યાર્થી ભણીને નોકરીએ ચડ્યો હોય વ્યાજ રાહત અપાઇ છે પરંતુ તેના ભવિષ્યના ઉમદા આશયથી પ્રથમ મુદલમાં રકમ ભરતી જમાં લેવામાં આવે અને પછી વ્યાજ જમા લેવાઇ તે પણ જરૂરી છે. તો ઉકત બંને બાબતો ઉપર આપ સકારાત્મક વિચારણા કરી વિદ્યાર્થી અને વાલી પિતાના હિતમાં યોગ્ય નિર્ણય થવા આ પત્રથી રજુઆત કરી રહ્યો છું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
