અમદાવાદ હોય કે અમરેલી, વીજળી પડશે તો ઈસરો લોકેશન પકડી લેશે; રાજકોટમાં 200 કિમી રેન્જનું સેન્સર છે કમાલનું - At This Time

અમદાવાદ હોય કે અમરેલી, વીજળી પડશે તો ઈસરો લોકેશન પકડી લેશે; રાજકોટમાં 200 કિમી રેન્જનું સેન્સર છે કમાલનું


ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ વીજળી પડવાના બનાવ સામે આવતા રહે છે. 6 દિવસ પહેલા રાજ્યમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનામાં 5 લોકોના મોત થયા હતા. વીજળી પડવાને કારણે જાન માલને પણ નુકશાન થાય છે. ત્યારે ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વીજળીમાંથી પાવર ઉત્પન્ન કરવા માટે લાઈટનિંગ ડિટેક્શન સેન્સર મશીન પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં 10 જગ્યા પર મુકવામાં આવ્યા છે. દેશમાં 10 જગ્યામાંથી બે સ્થળ એવા રાજકોટ અને કચ્છના માંડવીનો સમાવેશ થાય છે.

આ સેન્સર મશીનની આસપાસ 200 કિલોમીટરની રેન્જમાં વીજળી પડે તો તેનું ચોક્કસ લોકેશન ડેટા સ્ટોર થશે અને તેના આધારે ઈસરો દ્વારા આગળ કામ કરવામાં આવશે. આમ રાજકોટમાં મૂકેલું સેન્સર અમદાવાદ જિલ્લાના બાવળાથી લઈ અમરેલી સહિત 11 જિલ્લામાં પડતી વીજળીનું પરફેક્ટ લોકેશન જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના કાલાવડ રોસ પર કણકોટ સ્થિત લાભુભાઈ એન્જિનિયરીંગ કોલેજ ખાતે સેન્સર આજથી એક મહિના પૂર્વે મુકવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.