પવિત્ર શ્રાવણ માસ- નાળિયેરી પૂનમ- રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ દાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘા અને સિંહાસને નારિયેળીના પાનનો શણગાર, હજારો ભક્તેએ કર્યા દર્શન - At This Time

પવિત્ર શ્રાવણ માસ- નાળિયેરી પૂનમ- રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ દાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘા અને સિંહાસને નારિયેળીના પાનનો શણગાર, હજારો ભક્તેએ કર્યા દર્શન


સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્ર રક્ષાબંધન પર્વ તારીખ:19-08-2024 સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને રાખડીઓનો ભવ્ય શણગાર કરવામાં આવેલ એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારીસ્વામી તથા શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત રક્ષાબંધન પર્વ નિમિત્તે મારા દાદાને મારી રાખડી અંતર્ગત દાદાના ભક્તો દ્વારા મોકલવામાં આવેલ તમામ રાખડીઓ દાદાને ધરાવવામાં આવેલ.રક્ષાબંધન પર્વના દિવ્ય અવસરે દાદાના ભક્તો દ્વારા ઇષ્ટદેવ શ્રી કષ્ટભંજનદેવને રાખડી બાંધી પોતાનો ભક્તિભાવ સમર્પણ કરવામાં આવેલ.
દાદાને મોકલેલ રાખડીઓમ પિસ્તા ડેકોરેશન,આર્ટિફિશિયલ કેમિકલ ,કાપડ માંથી બનાવેલી, ઉનમાંથી ગુથીને બનાવેલી,મોરપંખવાળી,બાણ આકારની બનાવેલી,કોડીયો અને મોતીથી બનાવેલી, ટોન દ્વારા ડેકોરેશન કરેલી,ફૂલ વાળી,શ્રીરામના મુખ વાળી ડેકોરેશન,દાદાના ફોટા વાળી,ફુલ મોરપંખ વાળી,કાપડમાંથી બનાવેલી, લાકડા માંથી બનાવેલી,દાદાની પેન્ટિંગ વાળી, ઘૂઘરી વાળી,ઇન્ડિયા મેપ વાળી ચોખામાંથી બનાવેલી, ગોળ, ચોરસ, લંબચોરસ, લંબગોળ, વગેરેના આકારની રાખડી, 3 ફુટ ગદા વાળી, 2 ફૂટ કેક ના આકાર વાળી,2 ફૂટ વડતાલ ધામ મોત્સવ ના લોગા વાળી,1.5 ફૂટ રામ ભગવાન ફોટા વાળી ,1.5 દાદા ના ફોટા વાળી,1 ફૂટ દાદા ના ફોટા વાળી, 30થી વધુ દેશમાંથી દાદા માટે બહેનોએ રાખડી મોકલી છે. જેમાં આફ્રિકા, યુગાન્ડા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દુબઈ અને UAE સહિતના દેશમાંથી દાદા માટે રાખડી આવી છે. આમાં સોના-ચાંદીની પણ રાખડીઓ રાજ્ય, દેશ અને દુનિયામાંથી કુલ 30થી 35 હજાર રાખડી આવી છે આજે દાદાને કરાયેલા શણગાર વિશે કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે, આજે નારિયેળી પૂનમ અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધનનું પર્વ રક્ષાબંધન છે એટલે દાદાના સિંહાસને નાળિયેરના પાનમાંથી ડિઝાઈન બનાવીને શણગાર કરાયો છે તો ભક્તોએ મોકલેલી રાખડીમાંથી બનેલા વાઘા દાદાને પહેરાવાયા છે દાદાના સિંહાસને નાળિયેરીના પાનનો શણગાર કરતા અને દાદા માટે રાખડીના વાઘા બનાવતા 3 દિવસનો સમય લાગ્યો હતો. તો આજે દાદા સમક્ષ ભક્તોએ લખેલા પત્રો પણ મૂકવામાં આવ્યા છે શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞના દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.