બોટાદ: ભેળસેળયુક્ત એલ.ડી.ઓ. જેવું પ્રવાહી પદાર્થનાં જથ્થાની ઔદ્યોગિક હેતુ માટે જાહેર હરાજીથી નિકાલ કરવા અંગે - At This Time

બોટાદ: ભેળસેળયુક્ત એલ.ડી.ઓ. જેવું પ્રવાહી પદાર્થનાં જથ્થાની ઔદ્યોગિક હેતુ માટે જાહેર હરાજીથી નિકાલ કરવા અંગે


બોટાદ: ભેળસેળયુક્ત એલ.ડી.ઓ. જેવું પ્રવાહી પદાર્થનાં જથ્થાની ઔદ્યોગિક હેતુ માટે જાહેર હરાજીથી નિકાલ કરવા અંગે

હરાજીમાં ભાગ લેવા ઇચ્છતી વ્યક્તિએ તા.૧૫ માર્ચ સુધીમાં ડીપોઝીટની રકમ જમા કરાવી પહોંચ મેળવી લેવી

જાહેર હરાજીમાં ભાગ લેવા નિયત ડીપોઝીટ નિયમાનુસાર ભર્યા બાદ તા.૧૭ માર્ચે મામલતદાર કચેરી બોટાદ (ગ્રામ્ય) ખાતે હાજર રહેવાનું

બોટાદ જિલ્લામાં અલગ અલગ સ્થળે ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થનું વેચાણ કરતા પેઢીઓની અલગ અલગ ટીમો દ્વારા તપાસણી કરતાં મળેલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ ભેળસેળયુક્ત એલ.ડી.ઓ. જેવું પ્રવાહી જાહેર હરાજીથી નિકાલ કરવાનો થાય છે. ભેળસેળયુક્ત એલ.ડી.ઓ. જેવું પ્રવાહી પદાર્થમાં બોયોડીઝલની અપસેટ પ્રાઇસ રૂ.૩,૭૯,૪૪૦/- છે. અધિકૃત અધિકારી મામલતદાર બોટાદ (ગ્રામ્ય) તેમજ સ્થળ-મામલતદાર કચેરી બોટાદ (ગ્રામ્ય), જાહેર હરાજીની તા.૧૭/૦૩/૨૦૨૩ સવારે ૧૦:૦૦ કલાકે રાખવામાં આવી છે. સમઢીયાળા નં-૧, મફત પ્લોટ વિસ્તાર, બડીયાનગર સામે સાબવા લખમણભાઇના પ્લોટ ખાતે જથ્થો રાખવામાં આવ્યો છે.

ભેળસેળયુક્ત પદાર્થના જથ્થાનો ઔદ્યોગિક હેતુ માટે વપરાશનાં કામે જાહેર હરાજી કરવાની થાય છે. આ જથ્થો ભવિષ્યમાં વાહનમાં બળતણ તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. જથ્થાની અપસેટ પ્રાઇસથી વધુ બોલી બોલનાર ઇસમોએ જાહેર હરાજીમાં ભાગ લેવાનો રહેશે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છતી વ્યક્તિએ જથ્થાની ડીપોઝીટની રકમ મામલતદાર બોટાદ (ગ્રામ્ય) ની કચેરીમાં ફક્ત તા.૧૫/૦૩/૨૦૨૩ના રોજ સમય સવારના ૧૧-૦૦ થી ૧૬:૦૦ કલાક સુધીમાં ડીપોઝીટની રકમ જમા કરાવી પહોંચ મેળવી હરાજી વખતે પહોંચ સાથે હરાજીના સ્થળે અચુક ઉપસ્થિત રહેવાનું રહેશે.

હરાજીમાં શરતો વગેરે માહિતી મામલતદાર કચેરી બોટાદ (ગ્રામ્ય) પુરવઠા શાખા માંથી કામકાજ સમય દરમ્યાન રૂબરૂ મેળવી શકાશે.જાહેર હરાજીથી નિકાલ કરવાનો જથ્થો ખરીદનારે ઔધોગીક હેતુ માટે ઉપયોગમાં લેવાનો રહેશે અને ખરીદનાર ઔધોગીક હેતુમાં સંકળાયેલા હોવા જરૂરી છે,

ઉપરોક્ત જાહેર હરાજીમાં જથ્થો ખરીદનાર ઈસમે જથ્થાની હરાજીમાં આખરી બોલીમાં જે ભાવ નકકી થાય તે ભાવ મુજબની જથ્થાની કિંમત ભરેલ ડીપોઝીટની રકમ બાદ કરીને બાકીની રકમ સ્થળ ઉપર રોકડમાં ચુકવવાની રહેશે તેમજ ત્યારબાદ જથ્થાની ડીલીવરી ૨૪ કલાકની અંદર ખરીદનારે તેમના સ્વ ખર્ચે મોજે- સમઢીયાળાનં-૧, મફત પ્લોટ વિસ્તાર,બડીયાનગર સામે સાબવા લખમણભાઈના પ્લોટ ખાતે જથ્થો રાખવામાં આવેલ છે. તે સ્થળેથી કામકાજના કલાકો દરમ્યાન મેળવી લેવાનો રહેશે.

જાહેર હરાજી માન્ય રાખવાનો કે અમાન્ય રાખવાનો કે આ બાબતે કોઇપણ નિર્ણય લેવાનો આખરી નિર્ણય મામલતદારશ્રી એન.આઇ.બ્રહ્યભટ્ટ, બોટાદ (ગ્રામ્ય) ને રહેશે. ઉપરોકત જથ્થો ખરીદવા રસ ધરાવતા તમામ વ્યકિતઓ આ જાહેર હરાજીમાં ભાગ લેવા નિયત ડીપોઝીટ નિયમાનુસાર ભર્યા બાદ તા.૧૭/૦૩/૨૦૨૩ના રોજ મામલતદાર કચેરી બોટાદ (ગ્રામ્ય) માં ઉપરોકત શરતો પૂર્ણ કરીને સમય ૧૦:૦૦ કલાકે હાજર રહેવા મામલતદાર, બોટાદ (ગ્રામ્ય) દ્વારા જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.