હોળીમાં વિજ્ઞાનના પ્રયોગો થકી અંધશ્રદ્ધા દૂર કરાશે, 500થી વધુ સ્થળે વૈદિક હોળી પ્રગટાવાશે - At This Time

હોળીમાં વિજ્ઞાનના પ્રયોગો થકી અંધશ્રદ્ધા દૂર કરાશે, 500થી વધુ સ્થળે વૈદિક હોળી પ્રગટાવાશે


ગૌશાળા અને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ગોબર સ્ટિકનું વિતરણ, રાસ-ગરબા, મહેંદી સ્પર્ધા યોજાશે 10 ફૂટ ઊંચી હોળી બનાવવા 20 હજાર છાણાનો ઉપયોગ કરાયો

રાજકોટમાં હોળી પર્વની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવશે જેમાં વિજ્ઞાનના પ્રયોગો થકી અંધશ્રદ્ધા દૂર કરાશે. આ સિવાય 500થી વધુ સ્થળે વૈદિક હોળી પ્રગટાવી પર્યાવરણ જતનનો સંદેશો આપશે.વૈદિક હોળી તરફ વધુ લોકો વળે તે માટે અનેક સંસ્થાએ વિનામૂલ્યે ગોબર સ્ટિકનું પણ વિતરણ કર્યું છે. આ ઉપરાંત મંદિરો-હવેલીમાં ધૂળેટીના દિવસે વિશેષ દર્શન,પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો ઠાકોરજી સાથે અબીલ-ગુલાલ અને ફૂલ વડે ધૂળેટીપર્વની ઉજવણી કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.