સાબરકાંઠા જિલ્લામાં સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત બાળ લગ્ન નાબુદી જાગૃતિ કાર્યક્રમ
ફોટોકેપ્શન
સાબરકાંઠા જિલ્લામાં સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત બાળ લગ્ન નાબુદી જાગૃતિ કાર્યક્રમ તલોદ તાલુકાના મુજેશ્વર મહાદેવ મંદિર અણીયોડ ગામે યોજવામાં આવ્યો હતો. જેમાં બાળલગ્ન અટકાવવા માટે સમજ આપી, બાળ સુરક્ષાની વિવિધ યોજનાઓ અને બાળકોના કાયદાઓ વિષે જાણકારી આપી લોકોને જાગૃત કરવામાં આવ્યા. આ કાર્યક્ર્મમાં બાળ લગ્ન થવાથી બાળકોના આરોગ્ય અને શિક્ષણ પર થતી અસરો અને કાયદાઓની સમજ આપવામા આવી હતી. જેમાં બાળ સુરક્ષા અધિકારી એસ એસ પાંડોર, સમાજ સુરક્ષા કચેરીના પ્રોબેશન ઓફિસર વી. બી. ચૌધરી, બાળ સુરક્ષા એકમના એસ આર કેવટ, નિકુંજભાઈ રબારી, કનુભાઈ પટેલ, દેવલબેન પટેલ, પલકબેન સંઘર્ષ અને રીટાબા પરમાર વિવિધ સમાજના આગેવાનો, સરપંચ, સમુહ લગ્નના આયોજકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.