રાજકોટમાં વ્યાજખોરે ધમકી આપતાં કહ્યું, ‘આ દંડા તમારા માટે જ રાખ્યા છે, મને વ્યાજ નહીં આપો તો દંડે-દંડે મારીશ’
રાજકોટમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે બે દિવસ પહેલાં શહેર પોલીસ દ્વારા હેમુ ગઢવી હોલમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં એક પરિવારે પિન્ટુ રાઠોડ નામાના વ્યાજખોર સામે ફરિયાદ કરી હતી. પરિવારની મહિલા ચોધાર આંસુ સાથે રડી પડી હતી અને જણાવ્યું હતું કે પિન્ટુભાઈ પાસેથી 17.50 લાખ 5 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા, જેનો દર મહિને 27.50 હજારનો હપતો 2016થી ચૂકવતા આવ્યા છીએ. હવે પરિવાર વ્યાજ ચૂકવવામાં અસમર્થ છે. એકવાર હું પિન્ટુભાઈની ઓફિસે ગઈ તો તેણે કહ્યું હતું કે આ દંડા તમારા માટે જ રાખ્યા છે, મને વ્યાજ નહીં આપો તો દંડે-દંડે મારીશ. મહિલાની ફરિયાદ પરથી અંતે થોરાળા પોલીસે પિન્ટુ રાઠોડ સામે મનીલેન્ડ એક્ટ અને IPC કલમ 388 હેઠળ ગુનો નોંધ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.