હળવદના મંગળપુર ગામે જમીનના વિવાદમાં એક જ કુટુંબના સભ્યો વચ્ચે મારામારી આઠ લોકો ઇજાગ્રસ્ત
હળવદ તાલુકાના મંગળપર ગામે જમીનના ડખ્ખામાં એક જ કુટુંબના સભ્યો વચ્ચે બોલાચાલી થયા બાદ બે પક્ષ ધોકા હથિયારો સાથે સામસામે આવી જતા જમીનના ઝઘડામાં કુલ આઠ લોકો ઘાયલ થતા બે સભ્યોને મોરબી એકને સુરેન્દ્રનગર અને પાંચ સભ્યોને હળવદ સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત પ્રમાણે, હળવદ તાલુકાના મંગળપર ગામે જમીનના ડખ્ખામાં એક જ કુટુંબના સભ્યો વચ્ચે બોલાચાલી થયા બાદ બે પક્ષ ધોકા હથિયારો સાથે સામસામે આવી જતા આ ઝઘડામાં એક તરફે રાણાભાઈ રામજીભાઈ ઠાકોર, ક્રિષ્નાભાઈ રાણાભાઈ, અવચરભાઈ રામજીભાઈ, જયાબેન અવચરભાઈ, ડિમ્પલબેન અવચરભાઈ અને શારદાબેન રાણાભાઈને ઈજાઓ પહોંચી હતી જયારે સામાપક્ષે અનિલભાઈ ઠાકરશીભાઈ ઠાકોર અને ભારતીબેન અનિલભાઈ ઠાકોરને ઈજાઓ પહોંચતા અનિલભાઈને વધુ ઈજાઓ પહોંચતા સુરેન્દ્રનગર સારવારમાં ખસેડવામાં આવ્યા છે.હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.