સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ બાયસેગના માધ્યમથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરનો પરીસંવાદ ગામમાં ગ્રામપંચાયતો, ઘરે-ઘરે - At This Time

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ બાયસેગના માધ્યમથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરનો પરીસંવાદ ગામમાં ગ્રામપંચાયતો, ઘરે-ઘરે


સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ બાયસેગના માધ્યમથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરનો પરીસંવાદ ગામમાં ગ્રામપંચાયતો, ઘરે-ઘરે મહિલા-ખેડૂતો ભેગા મળી સાંભળ્યો હતો. ખેડૂતની આવક વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરાય તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્રારા સતત ખેડૂતો માટે તાલીમો તેમજ પરીસંવાદનું આયોજન કરાય છે. દરેક ગામોમાં આઝાદી ના અમૃત વર્ષ નિમિત્તે ૭૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે પરીસંવાદ યોજાયો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો, ખેડૂત ટ્રેનરો, આત્માના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.