લવાણા ગામે વન વિભાગ દ્વારા પ્રાકૃતિક શિબિરનું આયોજન
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં લવાણા ગામે વન વિભાગ દ્વારા ચાલતી પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેવા રહ્યા હતા.લવાણા ઈકો ટુરિઝમ કલેશ્વરી ખાતે વનવિભાગ મહિસાગર હેઠળ ચાલતી પ્રાકૃતિક શિબિરમાં ભામૈયા(ગોધરા) પ્રાથમિક શાળા તેમજ મોડલ સ્કૂલ બાકોરના એસપીસી ના બાળકોને વનવિભાગ દ્વારા વૃક્ષોની માહિતી તેમજ વૃક્ષો નો ઉપયોગ તેમજ વન્ય પ્રાણી પક્ષીઓની માહિતી આપવામાં આવેલ છે.વનવિભાગ દ્વારા વનફેરણુ કરાવી વન ઔષધિ, વૃક્ષોનુ જતન,વન અને પર્યાવરણનુ રક્ષણ, વૃક્ષોનુ મહત્વની સમજ આપી બાદ કલેશ્વરી કેમ્પસાઇટ ખાતે સ્વાદિષ્ટ ભોજન ની વ્યવસ્થા પુરી પાડવામાં આવેલ છે.વનવિભાગના હાજર રહેલ કર્મચારી.ડી.ડી.ગોહીલ,જે.બી.ગોહીલ,એસ.પી.સિસોદિયા તેમજ વનખાતાનો સ્ટાફ હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.