ગડુ મુકામે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ
આજ રોજ શ્રી દધિચી સંકુલ ગડુ મુકામે માતૃશ્રી જે.એન.ચારિયા માધ્યમિક અને ઉ.મા.શાળા અને કર્મયોગી કોલેજ ગડુ(શેરબાગ)મા નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ યુનિસેફ તથા સોહાર્દ સંસ્થા તરફથી બાળકોને જાતિય ગુના સામે રક્ષણ આપતો કાયદો (પોક્સો) અંગે સમગ્ર રાજ્યમા જન જાગૃતિ અભિયાન તા.૨૬/૦૯/૨૦૨૨ થી ૨૦/૧૦/૨૦૨૨ સુધી આ અભિયાન ચાલવાનું નક્કી થયેલ હોય જે સંદર્ભે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જુનાગઢ અને તાલુકા કાનુની સેવા સમિતિ માળિયા(હા) દ્વારા કાનુની શિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત પ્રાથૅના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.ત્યાર બાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના કેમ્પસ ડિરેક્ટર શ્રી ગોવિંદભાઈ ચારિયા દ્વારા કરવામાં આવ્યું હતું.અને પુષ્પો દ્વારા સ્વાગત સંસ્થાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમા ઉપસ્થિત મહેમાન રોશનીબેન મકવાણા PLV માળિયા દ્વારા બાળકોને જાતિય ગુના સામે રક્ષણ આપતો કાયદો (પોક્સો) અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.તથા પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન એડવોકેટ શ્રી ચંદુભાઈ ભરડા દ્વારા આપવામાં આવ્યું હતું.સાથે એડવોકેટ શ્રી જસ્મિનભાઈ કટારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.અને માધ્યમિક અને ઉ.માં.શાળાના હેડશ્રી નિલેષભાઈ ચુડાસમા,સંકુલનો સમગ્ર સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઑ હજાર રહ્યા હતા,સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી રામભાઈ બામણીયા અને કરમણભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.આભાર વિધિ મનિષભાઈ મકવાણા દ્વારા કરવામા આવી હતી.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.