ગૌશાળા - પાંજરાપોળનાં સંચાલકો, માલધારીઓ, પશુપાલકોને કાળઝાળ ગરમીમાં પશુઓની સંભાળ માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અપનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહની અપીલ. ગૌરક્ષા એ જ સાચી ગૌસેવા છે - તે આપણા બધાની નૈતિક જવાબદારી છે. -ડો. ગીરીશ શાહ - At This Time

ગૌશાળા – પાંજરાપોળનાં સંચાલકો, માલધારીઓ, પશુપાલકોને કાળઝાળ ગરમીમાં પશુઓની સંભાળ માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અપનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહની અપીલ. ગૌરક્ષા એ જ સાચી ગૌસેવા છે – તે આપણા બધાની નૈતિક જવાબદારી છે. -ડો. ગીરીશ શાહ


ગૌશાળા - પાંજરાપોળનાં સંચાલકો, માલધારીઓ, પશુપાલકોને કાળઝાળ ગરમીમાં પશુઓની સંભાળ માટે

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અપનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહની અપીલ.

ગૌરક્ષા એ જ સાચી ગૌસેવા છે - તે આપણા બધાની નૈતિક જવાબદારી છે. -ડો. ગીરીશ શાહ

દામનગર રાજ્યની ગૌશાળા પાંજરાપોળનાં સંચાલકો, માલધારીઓ, પશુપાલકોને કાળઝાળ ગરમીમાં પશુઓની સંભાળ માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અપનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી તથા ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા અપીલ કરાઈ છે.ઉનાળાની તીવ્ર ગરમી નિર્દોષ અબોલ જીવો માટે અત્યંત પીડાદાયક સાબિત થઈ રહી છે. આવા સંજોગોમાં પશુઓને હીટ સ્ટ્રોક, ડીહાઇડ્રેશન અને જીવલેણ સમસ્યાઓથી બચાવવા માટે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દેશભરની ગૌશાળાઓ અને પાંજરાપોળ દ્વારા બહાર પાડવામાં આવેલી સરળ અને અસરકારક માર્ગદર્શિકા અપનાવવી અત્યંત જરૂરી છે.
ગુજરાત સરકાર દ્વારા સૂચવવામાં આવેલા મુખ્ય પગલાં ગ્રીષ્મ લહેર વખતે પશુઓની લેવાની થતી કાળજી ગરમીના કલાકો (સવારે ૧૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી) પશુઓને આરામ કરવા માટે છાંયાવાળી અને પુરતી હવા ઉજાસવાળી જગ્યાએ રાખવા
બપોરના સમયે પાણીનો છંટકાવ કરવો કે ભીનાં કપડાંથી પશુનું શરીર ઢાંકવું જોઈએ.
પશુઓના પીવાના પાણીના હવાડા સ્વચ્છ રાખવા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવી
ડાંગરની પરાળી વગેરેથી છત છાપરા ઢાંકવા, છતને સફેદ કલરથી રંગવી.
પશુઓમાં ગરમીની તાણનાં લક્ષણો દેખાય કે ઝડપથી તેમને છાંચવાળા ઠંડા સ્થળોએ સ્થળાંતરિત કરવા જોઈએ.
પશુઓને દિવસમાં ઓછામાં ઓછા એકવાર, શક્ય હોય તો દિવસના ઠંડકના કલાકો દરમ્યાન (વહેલી સવારે કે સાંજે) સ્નાન કરાવવુ.રાજ્યની ગૌશાળા - પાંજરાપોળનાં સંચાલકો, માલધારીઓ, પશુપાલકોને ગ્રીષ્મ લહેર વખતે પશુઓની કાળજી માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાનું પાલન કરીએ અને અબોલજીવોનું રક્ષણ કરીએ અને તેમને રાહત આપીએ તેવી વિનંતી સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહ દ્વારા કરવામાં આવી છે.ગૌરક્ષા એ જ સાચી ગૌસેવા છે - તે આપણા બધાની નૈતિક જવાબદારી છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image