માળીયા હાટીના તાલુકા પંથકમાં માવઠાથી પાકને નુકશાની નું સર્વે કરાવી વળતર ચૂકવોની માંગ સાથે આવેદન પત્ર આપી કરી રજુઆત
માળીયા હાટીના તાલુકા પંથકમાં માવઠાથી પાકને નુકશાની નું સર્વે કરાવી વળતર ચૂકવોની માંગ સાથે આવેદન પત્ર આપી કરી રજુઆત
માળીયા હાટીના પંથકમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યુ છે જેનું સર્વે કરાવી વળતર ચૂકવવા મામલતદાર કચેરીએ . આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
માળીયા હાટીના તાલુકા પંથક મા કેરી ,મગ , તલ તથા ઉનાળુ પાકને મોટાપાયે નુકસાન થયેલ જેનું સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે ભારતીય કિસાન સંઘ પ્રમુખ જે.કે કાગડા,માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવીયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મુળુભાઈ જુનજીયા, કિસાન આગેવાન દોલુભાઈ સીસોદીયા, તાલુકા ભાજપ ઉપ પ્રમુખ રણજીત ભાઈ યાદવ સહિત આગેવાનો દ્વારા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર બાબુભાઈ ભલગરીયાને આવેદન આપ્યુ હતુ. માળીયા હાટીના તાલુકા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર કમોસમી વરસાદ પડતા કેરી, બાજરો, તલ ,અળદ, મગ ઉપરાંત અન્ય અનેક પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતો સાથે રાખી સર્વે કરવામાં આવે તેવી આગેવાનો ખેડૂતો સહિતે લેખીત માંગણી કરી હતી.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.