ધોલેરા તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો.
ધોલેરા તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો.
અમદાવાદ જીલ્લા ના ધોલેરા તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા તાલુકા મંત્રી/કન્વીનર શ્રી અલ્પેશભાઈ એમ. રવિયા ના અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ તારીખ 10/1/2024 થી તારીખ 12/1/2024 ના રોજ યોજાયો. આ ત્રણ દિવસ દરમિયાન જુદી જુદી રમતોની સ્પર્ધાઓ જેવી કે કબડ્ડી,ખોખો, વોલીબોલ રસ્સા ખેંચ,ચેસ,યોગાસન ઉપરાંત એથલેટિક્સની જુદી જુદી 43 ઇવેન્ટો જેમાં દોડ,ઉંચી કુદ,લાંબી કુદ,ચક્રફેક, બરછી ફેંક,ગોળા ફેંક તેમા તમામ વય જૂથ 9 વર્ષથી 42 વર્ષ સુધીના આશરે 700 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહસભર ભાગ લીધેલ. આ ત્રણ દિવસો દરમિયાન ભાગ લીધેલ તમામ ને નાસ્તા - પાણી નું સુંદર આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે BRC સાહેબ,શ્રી ભરતસિંહ પરમાર (ઓતારિયા) ધોલેરા તાલુકાના પ્રાથમિક શાળાના વ્યાયામ શિક્ષકોશ્રીઓ, શ્રી જે.એન.વિદ્યામંદિર ધોલેરાના આચાર્ય શ્રી, શાળાનો શૈક્ષણિક અને વહીવટી તમામ સ્ટાફ તથા રમતપ્રેમી નામી અનામી તમામ શિક્ષકશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.આ તબક્કે પ્રમુખશ્રી પ્રતાપભાઈ પટેલે આ કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.