સાબરકાંઠા જીલામાં આમ આદમી પાર્ટી દ્વારા બે રોજગારી યાત્રા નો પ્રારંભ
ગુજરાતમાં આજથી આમ આદમી પાર્ટી દ્વારા બેરોજગારી યાત્રા ની શરૂઆત સાબરકાંઠાના હિંમતનગર થી થવાની હતી જોકે યાત્રા શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટી ના 17 કાર્યકરો ની અટકાયત કરાઈ હતી જોકે આમ આદમી પાર્ટી ના નેતા યુવરાજ સિંહ જાડેજા એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા રોજગારી ના ખોટા આંકડા દર્શાવે છે ત્યારે સાચા આંકડા બહાર લાવવા ના પ્રયાસ અંતર્ગત આ યાત્રા યોજી છે ત્યારે સરકાર ખોટી રીતે લોકશાહી નું હનન કરવાનો પ્રયાસ કરે છે જોકે કોઈપણ સંજોગે આ યાત્રા અટકશે નહિ.
ગુજરાતમાં આજથી બેરોજગારી યાત્રા સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા ના નેતૃત્વમાં યોજવાની હતી જોકે હિંમતનગર ખાતે બેરોજગારી યાત્રા ની નોંધણી તેમજ યાત્રા યોજાય તે પહેલા જ 17 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે સાથે સાથે યુવરાજસિંહ જાડેજા એ હિંમતનગર માં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે હાલના તબક્કે રાજ્ય સરકાર ખોટા આંકડા દર્શાવી રહી છે ત્યારે સાચી બાબત ગુજરાતની જનતા સામે લાવવાના પ્રયાસ કરવા જતા લોકશાહીનું હનન થઈ રહ્યું છે તેમજ પોલીસ દ્વારા ગમે તેટલો કરાય છતાં જરૂર પડશે તો જેલ ભરો આંદોલન કરીને પણ ગુજરાતમાં સાચા આંકડા રજૂ કરવાનો પ્રયાસ કરાશે.
રાજકમલસિંહ પરમાર સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.