કુખ્યાત આરોપી સૂકો ડૂન્ડ પોલીસ ને ચકમો આપી થયો ફરાર
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનો કુખ્યાત આરોપી થયો ફરાર.કેટલાક મહિનાઓથી જેલમાં રહેલો સુકો ડૂન્ડ રજા લઈ 10 દીવસ માટે વતન ડોડીસરા આવ્યો હતો. 8 પોલીસ કર્મી અને 1 પીએસઆઈ ના બંદોબસ્ત હેઠળ સૂકો ડૂન્ડ વતનમાં રજા માણી રહયો હતો. જેલમાં પરત જવાના દિવસો નજીક આવતા સૂકો ડૂન્ડ પોલીસને ચકમો આપી ભાગી છૂટયો. બંદોબસ્ત માં રહેલી પોલીસ ટીમ અને ભિલોડા પોલીસે શોધખોળ કરવા છતાં પત્તો ન લાગતા સમગ્ર અરવલ્લી જિલ્લા પોલીસતંત્ર માં દોડધામ મચી ગઈ. સૂકો ડૂન્ડ પ્રોહીબેશન , પોલીસ પર હુમલો , હત્યા ના પ્રયાસ સહિત ના ગંભીર ગુનાનો આરોપી છે ત્યારે આવો આરોપી ભાગી જતા પોલીસ માટે શરમજનક સ્થિતિ ઉભી થઇ છે .
કુખ્યાત આરોપી સૂકો ડૂન્ડ પોલીસ જાપતાને ચકમો આપી ભાગી જવાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ની ઝડપી કાર્યવાહી પેરોલ પર આવેલો સુકો ડુંડ ભાગી જવાના કેસમાં 1 PSI અને 3 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા.આ પ્રકરણમાં સૂકા ડુન્ડ અને મદદગારી કરનારા સમીર ડૂન્ડ સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. ભાગી છૂટેલ આરોપીને પકડવા જિલ્લાની LCB , SOG , પેરોલ ફર્લો ની ટીમ તેમજ જિલ્લાની 25 પોલીસની અલગ અલગ 3 ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી
જીતેન્દ્ર ભાટીયા,9429180079
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.