બિહારમાં રાજકીય ઉથલપાથલ બાદ પહેલી વાર લાલુ યાદવ આજે પટના આવશે - At This Time

બિહારમાં રાજકીય ઉથલપાથલ બાદ પહેલી વાર લાલુ યાદવ આજે પટના આવશે


- બિહારમાં જે રીતે છેલ્લા અઠવાડિયામાં રાજકીય ઉથલપાથલ થઈ તે દરમિયાન લાલુ યાદવ પટનામાં નહોતાપટના, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારRJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ આજે એટલે કે, બુધવારે સાંજે 6:00 વાગ્યે પટના પહોંચશે. લાલુ પ્રસાદ યાદવની સાથે તેમની પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતી પણ સાથે હશે. લાલુ પ્રસાદ યાદવ હાલમાં દિલ્હીમાં પોતાની પુત્રી મીસા ભારતીના આવાસ પર જ આરોગ્ય લાભ લઈ રહ્યા છે. દિલ્હી એઈમ્સમાં સારવાર બાદ લાલુ સતત મીસા ભારતીના આવાસ પર જ રહી રહ્યા હતા. લાલુ પ્રસાદ યાદવ બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા બાદ દિલ્હીથી આજે પહેલી વાર પટના પહોંચશે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેઓ હવે સ્વસ્થ થઈ ગયા છે. લાલુ પ્રસાદ યાદવના ડોક્ટર્સે તેમને દિલ્હીથી પટના જવાની અનુમતિ આપી દીધી છે. આવી સ્થિતિમાં તેમનું પટનામાં આગમનને લઈને RJD સમર્થકો કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધી શકે છે. બિહારમાં જે રીતે છેલ્લા અઠવાડિયામાં રાજકીય ઉથલપાથલ થઈ તે દરમિયાન લાલુ યાદવ પટનામાં નહોતા. આવી સ્થિતિમાં હવે બિહારમાં ગઠબંધનની સરકાર બની છે. મંત્રીઓમાં વિભાગોની વહેંચણી પણ થઈ ચૂકી છે. ત્યારે હવે પટનામાં લાલુ યાદવના આગમનને લઈને ખળભળાટ મચી ગઈ છે. લાલુ યાદવ આજે સાંજે 6:00 વાગ્યે પટના પહોંચશે. પટના એરપોર્ટ પર લાલુ યાદવના સ્વાગતમાં સમર્થકોની ભારે ભીડ પણ એકઠી થઈ શકે છે.એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, લાલુ પ્રસાદ યાદવનું પટના આગમન થતા જ તેમની મૂલાકાત ટૂંક સમયમાં બિહારના સીએમ નીતીશ કુમાર સાથે થશે. આવી સ્થિતિમાં હવે નીતીશ કુમાર અને લાલુ યાદવ ફરીથી એક સાથે આવતા બિહારના રાજકારણમાં કયા નવા સમીકરણ બનાવશે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે. પરંતુ લાલુ યાદવના પટના આગમનને લઈને બિહારનું રાજકારણ જરૂર ગરમાશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.