ભારતના સૌથી નાની ઉમરના જગદગુરુ બનતા અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ - At This Time

ભારતના સૌથી નાની ઉમરના જગદગુરુ બનતા અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ


ભારતના સૌથી નાની ઉમરના જગદગુરુ બનતા અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ

શ્રી પંચ દશનામ જુના અખાડા જૂનાગઢ, ગુજરાતના અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ કે જેઓ ગર્ગાચાર્યની પરંપરા અને સંપૂર્ણ સનાતનની પરંપરાના અનુયાયી છે, તેઓને આજના શુભ દિવસે વૈદિક પરંપરા મુજબ ગુરુમહારાજ શ્રી મહંત હરિગીરીજી મહારાજ અને ચારેય મઢી અને અખાડાઓના સંતો, મહાત્માઓ અને સંતોએ તથા તમામ પદાધિકારીઓની સંમતિ અને હાજરીમાં પ્રયાગરાજના ત્રિવેણી સંગમની સિધ્ધ ભૂમિ પર જગદગુરુની પદવી આપવામાં આવી છે.કાશી સુમેરુ પીઠાધીશ્વર જગદગુરુ નરેન્દ્રાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે મહેન્દ્રાનંદગિરિ મહારાજે સનાતન ધર્મની જે સેવા કરી છે અને દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેનો ધ્વજ લહેરાવ્યો તે સેવાને ધ્યાનમાં રાખીને ગર્ગાચાર્ય પીઠ ની પરંપરા મુજબ તેમને પીઠના જગદ્ગુરુ બનાવવામાં આવ્યા છે.શ્રી મહંત હરિગિરી મહારાજે જણાવ્યું હતું કે, મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરી મહારાજના જગતગુરૃ બનવાથી સનાતન ધમનો પરચમ આના વિશ્વમાં લહેરાશે. શ્રીમહંત નારાયણગીરી મહારાજે કહ્યુ કે જગતગુરુ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરી મહારાજે જે રીતે સનાતન ર્ધમ માટે તેમનું જીવન સમર્પિત કરેલ છે તેનાથી લાખો-કરોડો લોકો પૂરણા લઈ રહ્યા છે. તેમના હજારો શિષ્યો છે જે સનાતન ર્ધમની મજબુત કરવાનું કામ કરી રહ્યા છે. હિંદુઓને એક કરવાની સાથે તેઓ જાતિના ભેદભાવને દૂર કરવા માટે પણ કામ કરી રહ્યા છે. આ જ કારણ છે કે તેઓ તેમના શિષ્યોની જાતિ જોતા નથી, પરંતુ તેમના સમાજ, દેશ અને હિન્દુ ધર્મ પ્રત્યે તેમનું સમર્પણ જુએ છે. તેમના ગર્ગાચાર્ય પીઠના જગતગુરુ બનવાથી હિંદુ ધર્મ સંગઠિત અને મજબૂત બનશે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.