ઓલ ગુજરાત મરેગા કર્મચારી યુનિયન મંડળની બેઠક પ્રાંચી ખાતે મળી..
પ્રાચી તીર્થ: ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન(મંડળ)ની બેઠક પ્રાચી મુકામે મળેલ. આજ ની મિટિંગ માં ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ રાજ,ઓલ ગુજરાત કરારઆધારિત, આઉટ સોર્સીંગ, રોજમદાર મહાસંઘ ગુજરાત રાજ્ય ના પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઇ કવિ, ગુજરાત રાજ્ય મનરેગા યુનિયન સંગઠન મંત્રી શ્રી રાકેશભાઈ , ગીર સોમનાથ જિલ્લા મનરેગા યુનિયન પ્રમુખ શ્રી નગાજણ ભાઈ રામ, મહામંત્રી મનરેગા યુનિયન વિશ્વાસભાઈ જોશી, ની ઉપસ્થિત માં શ્રી કોળી સમાજ ની વાડી (પ્રાચી-સૂત્રાપાડા) ખાતે 'કરાર આધારિત -આઉટ સોર્સીંગ 'કર્મચારી ના વિવિધ પ્રશ્નો, સમાન કામ, સમાન વેતન , પગાર વધારો, નોકરી માં 'જોબ સિક્યુરિટી ' કાયમી કર્મચારી ને મળતા લાભો , સાથે આઉટ સોર્સીંગ એજન્સી ઓ દ્વારા થતું કર્મચારી ઓ નું શોષણ વગેરે મુદ્દા ઓ ઉપર ચર્ચા અને ગુજરાત રાજ્ય માં રાજ્ય વ્યાપી ઉગ્ર આંદોલન ની રૂપરેખા વિષે ભવિષ્ય ના 'મંડળ ના ઉઠાવવા ના કદમ વિષે મનરેગા કર્મચારી યુનિયન ના પ્રમુખ (ગુજરાત રાજ્ય )દ્વારા જિલ્લાના ઉપસ્થિત કર્મચારી ઓ ને માહિતગારે કરેલ, અને સાથે કરાર આધારિત, આઉટ સોરસ, રોજમદાર મહાસંઘ ગુજરાત રાજ્ય ના પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઇ કવિ એ કર્મચારી ઓ ને સંબોધન આપતા ગુજરાત રાજ્ય વ્યાપી 'મહા આંદોલન નું રણ સિંગું ફૂકેલ સાથે સરકાર શ્રી દ્વારા કર્મચારી ની વિવીધ માંગણી ઓ સ્વીકાર કરે નહીં ત્યાં સુધી ઉગ્ર લડત અને ગાંધીનગર ખાતે આંદોલન કરવા અને લડત આપવા નું આહવાન સોમનાથ દાદા અને માધવરાય દાદા ની પવિત્ર ભૂમિ પર થી કરેલ. આજ ની મિટિંગ ગુજરાત રાજ્ય ના તમામ કરાર આધારિત, ઓઉટસર્સ, રોજમદાર કર્મચારી ઓ ની સમસ્યા ના સમાધાન માટે મહત્વ ની બની રહશે તેવું અમિતભાઇ કવિ ઓલ ગુજરાત કરાર આધારિત, આઉટ સોરસ, રોજમદાર કર્મચારી મહાસંધ ના પ્રદેશ પ્રમુખ અમિતભાઇ કવિ એ જણાવેલ.
રિપોર્ટ: દિપક જોશી પ્રાચી ગીર સોમનાથ. 9825695960.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.