શામળાજી મંદિર માં જન્માષ્ટમી મહોત્સવ મા સોનાના આભૂષણો થી ભગવાનને શણગાર કરવામાં આવ્યો.ભકતોનું ઘોડાપૂર ઉમટી પડ્યું.
શામળાજી મંદિર માં જન્માષ્ટમી મહોત્સવ મા સોનાના આભૂષણો થી ભગવાનને શણગાર કરવામાં આવ્યો.ભકતોનું ઘોડાપૂર ઉમટી પડ્યું.
શામળાજી મંદિરમાં ભગવાન શામળિયા ને સોના નો મુગટ વાંસળી સહિત ના આભૂષણોનો શણગાર કરી ને જન્માષ્ટમી પર્વ ની વિશિષ્ટ ઉજવણી કરવા માં આવી હતી.વહેલી સવારથી જ દૂર દૂર થી ભકતોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. આદિવાસી જનતા ના પ્રિય એવા શામળિયા ભગવાન ને લોકો કળિયા ઠાકોર થી ઓળખાતા મંદિરમાં શામાળીયા ને વિશિષ્ટ સોનાના આભૂષણ પહેરાવવામાં આવ્યા. કાળીયા ઠાકોરને સોનાના આભૂષણો , મુઘટ , અને સોનાની વાંસળી સહીત અનેક શણગાર કરવામાં આવ્યો તેમજ મંદિરમાં શામાળીયા ની શણગાર આરતી કરવામાં આવી. શામળાજી પરિસર હાથીઘોડા પાલાકી જય કનૈયા લાલકી થી ગુંજી ઉઠ્યું. મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. મંદિર ના ટ્રસ્ટી ઓ દ્વારા ભક્તો માટે શાંતિ પૂર્ણ દર્શન કરવા જઈ શકે તેમાટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. મંદિર ના ટ્રસ્ટીઓ રણવીર સિંહ ડાભી , અનિલભાઈ પટેલ , વિપુલભાઈ રાણા , જગદીશભાઈ ગાંધી , હર્ષદ ભાઈ દોષી મેનેજર કનુભાઈ પટેલ તેમજ અન્ય ટ્રસ્ટીઓ ની સીધી દેખરેખ હેઠળ જન્માષ્ટમી મહોત્સત્વ યોજવામાં આવ્યો. તેમજ અરવલ્લી જિલ્લા કલેકટર ડોકટર નરેન્દ્રકુમાર મીના અને વહીવટી તંત્ર દ્વારા તેમજ અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને શામળાજી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા માટે પોલીસ ની કડી સુરક્ષા વચ્ચે મોડી રાત્રે સંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મટકી ફોડ પણ યોજાઈ હતી. જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખી નંદ ઘેર આનંદ
ભયો જય કનૈયા લાલકી ના નારા થી સમગ્ર શામળાજી માં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું .
જીતેન્દ્ર ભાટિયા, 9429180079.
મોડાસા,અરવલ્લી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.