સાબરકાંઠાજિલ્લામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન સંદર્ભે અધિક મુખ્ય સચિવ શ્રીમુકેશ પુરી સાબરડેરીની મુલાકાતે
*સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન સંદર્ભે અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી સાબરડેરીની મુલાકાતે*
*************
*વડાપ્રધાનના હસ્તે થનાર લોકાર્પણ- ખાતમુહૂર્ત કામોનું અને સભાસ્થળ નિરીક્ષણ કર્યું.*
**************
આગામી ૨૮મી જુલાઈએ સાબરકાંઠા જિલ્લાની પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થનાર છે ત્યારે કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરીએ સાબરડેરીની મુલાકાત લઇ વડાપ્રધાનશ્રીના હસ્તે થનાર લોકાર્પણ- ખાતમુહૂર્ત કામોનું અને સભાસ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.
સાબરડેરી ખાતે ઉપસ્થિત અધિકારીઓની બેઠકમાં સૂચન કરતા અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરીએ જણાવ્યું હતું કે, જે વિભાગને કામગીરી સોંપવામાં આવી હોય તે પુરી નિષ્ઠાથી કામ કરે જેથી લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે, તેની સાથે પ્રધાનમંત્રી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં ૭૫ તળાવો/વનોની નિર્માણ તથા નલ સે જલના અમલીકરણની કામગીરી કયા તબક્કામાં છે તેમજ સાબરકાંઠા જિલ્લો યોજનાની અમલીકરણમાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં કયા ક્રમે તે અંગેની તૈયારી રાખવા પણ અધિકારીઓને સુચન કર્યુ હતું. આ ઉપરાંત ડેરીના સંચાલકો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લોકાર્પણ અને ખાતમુહૂર્ત સિવાય પશુપાલકોના હિતમાં અન્ય કોઇ નવિન પ્લાન્ટ કે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવનાર તો તે અંગેની પૂર્વ તૈયારીની કામગીરી સાથે રાખવી.
આ ઉપરાંત બેઠકમાં કયા વિભાગે શું કામગીરી કરવાની થાય છે તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને હેલીપેડ, જાહેર સભા અને લાઈટ, પાણી, મંડપ, આરોગ્ય સાથે પ્રોટોકોલ મુજબની કામગીરીની સમીક્ષા કરાઈ હતી.
આ મુલાકાત દરમિયાન સહકાર નિયામક શ્રી ડિ.કે.પારેખ, જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહ, પોલીસ અધિક્ષક શ્રી વિશાલકુમાર વાઘેલા, અધિક કલેકટર શ્રી કલ્પેશ પાટીદાર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આબીદઅલી ભુરા
હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.