સાબરકાંઠા... તા.૦૮ મી માર્ચનારોજ સાબરકાંઠા જિલ્લામાં વર્ષ-૨૦૨૫ ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.* - At This Time

સાબરકાંઠા… તા.૦૮ મી માર્ચનારોજ સાબરકાંઠા જિલ્લામાં વર્ષ-૨૦૨૫ ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.*


*ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, ગેસ બિલ સહિતના કુલ ૧૧ પ્રકારના કેસો મૂકી શકાશે.*

સાબરકાંઠા જીલ્લામાં તા.૮મી માર્ચ નારોજ વર્ષ-૨૦૨૫ ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગરના અધ્યક્ષ અને મુખ્ય ન્યાયાધીશ શ્રી કે.આર.રબારીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી પી.કે.ગઢવી નાઓ દ્વારા સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરેલ છે.
જેમાં ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, ગેસ બિલ, મોટર અકસ્માત, લગ્ન વિષયક સહિતના કેસો મૂકી શકાશે. સાબરકાંઠા જીલ્લા માં વિવિધ વિવિધ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર અનેક લોકો દંડ ભરતા નથી. ત્યારે આવા કેસો પણ લોક અદાલતમાં મુકવામાં આવનાર છે.

લોક અદાલતમાં કેસોનો નિકાલ તે બંને પક્ષકારોને લાભકર્તા છે. બંને પક્ષના સમાધાનથી કેસોનો નિકાલ થાય છે, લોક અદાલતમાં કોઇની હાર નહીં અને કોઈનો પરાજય નહીં તેવી સ્થિતિ ઉદભવે છે. બંને પક્ષકારો વચ્ચે કોઈ વૈમનસ્ય રેહતું નથી અને સુમેરભર્યા સંબધો સચવાઈ રહે છે. આથી વધુમાં વધુ પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલતમાં મૂકી તેનો મહતમ લાભ લેવાં દરેક નાગરિકોને જણાવવામાં આવે છે.

રિપોર્ટર. અલ્પેશ પટેલ. વડાલી


9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image