ધંધુકા આસ્થા ફાઉન્ડેશન દ્વારા એપીએમસી હોલ ખાતે આવતીકાલે સવારે 9:30 કલાકે ભવ્ય મીટીંગ નું આયોજન - At This Time

ધંધુકા આસ્થા ફાઉન્ડેશન દ્વારા એપીએમસી હોલ ખાતે આવતીકાલે સવારે 9:30 કલાકે ભવ્ય મીટીંગ નું આયોજન


ધંધુકા આસ્થા ફાઉન્ડેશન દ્વારા એપીએમસી હોલ ખાતે આવતીકાલે સવારે 9:30 કલાકે ભવ્ય મીટીંગ નું આયોજન

ધંધુકા નગરના તમામ ધર્મ પ્રેમી જનોને આવતી કાલે સવારે 9: 30 કલાકે એપીએમસી હોલ ખાતે ખાસ હાજરી આપશો.

આનંદ સહજ જણાવવાનું કે સમગ્ર ભાલપંથક અને ધંધુકા નગરના ઇતિહાસમાં સૌપ્રથમવાર
ગુજરાતનો સૌથી મોટો તુલસી વિવાહ મહોત્સવ નું તારીખ 23/ 11/ 23 ના રોજ આયોજન થયેલ છે આ તુલસી વિવાહ મહોત્સવ નું આયોજન આસ્થા ફાઉન્ડેશન ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે. આ તુલસી વિવાહમાં ઠાકોરજીની જાન દાદા બાપુ ધામ પચ્છમ થી 1008 ગાડી ના વિશાળ કાફલા સાથે ધંધુકા પધારવાની છે.જનો વર્લ્ડ રેકોર્ડ થવાનો છે.આ ઠાકોરજી ની જાન દાદા બાપુ ધામ પચ્છમથી ઉમરગઢ થી રોજકા અને ત્યાંથી ધંધુકા નગરમાં
કોલેજ રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડ વાળા રસ્તે હાઈવે થી અંદર પ્રવેશ કરશે આ જાન જ્યારે આવે ત્યારે ઠાકોરજી વરરાજા ના સ્વરૂપે ધંધુકા નગર પરિભ્રમણ કરશે. ધંધુકા નગર પરિભ્રમણનો રુટ છે ધંધુકા માર્કેટ યાર્ડથી કોલેજ અને કોલેજ થી પુનિત મહારાજ નું સ્ટેચ્યુ ત્યાંથી આંબેડકરની નું સ્ટેચ્યુ ત્યાંથી અવાડા ચોક અને ત્યાંથી મોટી શાકમાર્કેટ સુધી ભ્રમણ કરશે. અને ત્યાં થી પરિભ્રમણ પૂરું કરી જાન મોટી શકમાર્કેટ થી ડાબા હાથે ટર્ન લઇ ભાદર નદી ક્રોસ કરી રાયનું વાળા મેલડીમાના
રસ્તે થઈ અને બાલા હનુમાન થઈ હાઈવે ઉપર પ્રવેશ કરી અને રુદ્ર કોમ્પલેક્ષ સુધી પહોંચશે જ્યાં
ગાડીઓનું પાર્કિંગ થઈ જશે રુદ્ર કોમ્પલેક્ષ થી ઠાકોરજી હાથી પર બિરાજમાન થશે અને ત્યાંથી ઠાકોર હાથી ઉપર જનકપુરી જે તુલસી વિવાહ નું લગ્ન સ્થળ છે ત્યાં પહોંચશે

જનકપુરીમાં એક સાથે એક જ જગ્યાએ 1008 અખંડ સૌભાગ્યવતી બહેનો હાથમાં શેરડીના સાંઠા લઈ અને ઠાકોરજીને પાલખીને સ્પર્શ કરાવી અને તુલસી પરણાવશે જેનો વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે અને ત્યાંથી ઠાકોરજી લગ્ન વિધિ છે જ્યાં તુલસી માં ની ચોરી બનાવવામાં આવી છે

ચોરી 101 × 101 સ્કેર ફૂટની છે અને આવડી મોટી ચોરીનો પણ વર્લ્ડ રેકોર્ડ થવાનો છે.

આ પરિભ્રમણમાં ઠાકોરજી વરરાજાના સ્વરૂપેના રથ સાથે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો પદ્મશ્રીઓ વૈજ્ઞાનિકો. કેળવણીકરો. ચિત્રકારો. ના ભજનિકો,લેખક સાહિત્યકારો અને સાત રાજવી પરિવારના મહારાજાશ્રીઓ 55 સંતો મહામંડલેશ્વર શ્રીઓ અને લશ્કરના 108 જવાનો પરેડ સાથે આ ઠાકોરજીની જાનમાં નગર પરિભ્રમણ જોડાય છે અને સાથે સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક
18 પ્રદર્શની ઝાંખી એટલે ટેબલો પણ આ નગર પરિભ્રમણમાં જોડાશે આ નગર પરિભ્રમણ
જ્યારે ધંધુકા નગરના ઇતિહાસમાં અને ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પહેલી વખત થઈ રહ્યું છે તો આ નગર પરિભ્રમણમાં ધંધુકા નગરની જે કંઈ વ્યવસ્થા
કરવાની થાય વધારેમા વધારે ભાવિક ભક્તજનો આનો દર્શન નો લાભ લે તેના સારું ધંધુકા નગરના અગ્રણી સદસ્યો નવરાત્રી મંડળો અને ગણેશ મંડળો ની જાન પરિભ્રમણ ના દિવ્ય આયોજન સારું એક સભા નીચે જણાવેલ સમય અને તારીખે ધંધુકા માર્કેટિંગ યાર્ડ ના હોલ માં કરવામાં આવશે.

આવતી કાલે તારીખ 13/ 11 /2023 ના રોજ સવારે 9:30 વાગે રાખેલ છે તો આપ સૌ આ મીટીંગમાં ખાસ હાજરી આપશો અને આપના સારા સૂચનો અમને કરશો અને અમને પ્રોત્સાહિત કરશો તેવી વિનંતી છે.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.