જામનગરમા મહિલાઓ દ્વારા કરવા ચોથની ઉજવણી કરાઇ*
જામનગરમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સુહાગન મહિલાઓ દ્વારા કરવા ચોથ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી પતિના દીર્ઘાયું તેમજ પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કરવા ચોથના વ્રતની ઉજવણી કરવા શહેરમા મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા જોગર્સ પાર્ક ખાતે દર વર્ષે કરવા ચોથની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ સુહાગન મહિલાઓએ ભક્તિ ભાવથી વ્રત રાખી સાંજે પૂજન કર્યું હતું આ વ્રત સુહાગન મહિલાઓ પોતાના પતિ ની લાંબી ઉંમર માટે રાખ્યુ હતુ તે પૂરા દિવસ નિર્જલ રહી વ્રત કર્યું હતું સાંજના સમયે મહિલાઓ સાથે મળી ચોથ માતાની પૂજા કરી માતાજીને સ્નાન કરાવ્યું હતું વસ્ત્રો પહેરાવ્યા હતા ત્યારબાદ રાત્રિના સમયે ચારણી દ્વારા ચંદ્રમાના દર્શન કરી ચંદ્રમાને અર્થ આપી પતિના હાથથી પાણી પી મહિલાઓ એ પોતાનું વ્રત પૂર્ણ કર્યું હતુ
કરવા ચોથ ની પ્રૌરાણીક કથાઓ પ્રમાણે કરવા ચોથ એક નારી નો પર્વ છે આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિ ની પૂજા કરવામાં આવે છે શિવ – કાર્તિકેય અને ચંદ્ર નું પૂજન પણ થાય છે આ વ્રત માં વ્રત કથા સાંભળવા નું વિધાન છે
વ્રત કથા માં કરવા નામની મહિલા ની કહાની આપવામાં આવી છે કરવા ના નાના ભાઈ ની ભુલ ને લીધે કરવાના પતિ મૃત્યુ પામે છે ને તેને જીવંત કરવા માટે કરવા એક વર્ષ સુધી વ્રત અને તપસ્યા કરે છે અંતે તેમના પતિ ને ભગવાન દ્વારા જીવન દાન આપવામાં આવે છે.અને કરવા નો પતિ શ્રીગણેશ-શ્રીગણેશ કહીને ઉભો થાય છે. આ રીતે પ્રભુની કૃપાથી તેની નાની ભાભીના મારફતે કરવાને પોતાનો સુહાગ ફરી મળે છે.જેથી કરવા ચોથ નું મહિલા ઓ માટે ખાસ મહત્વ રહેલું છે
હે શ્રી ગણેશ જે રીતે કરવાને ચિર સુહાગનનું વરદાન મળ્યુ,તેવી જ રીતે બધી સુહાગનોને મળે. તેવી પ્રાર્થના દરેક સુહાગન મહિલા ઓ કરે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.