વિરપુર તાલુકામાં વરસાદી માહોલ યથાવત..દિવસ દરમ્યાન ૧૭ મીમી વરસાદ નોંધાયો…
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી ઝાપટા નોંધાયા છે ત્યારે વિરપુર પંથકમાં બપોરના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે એક તરફ હવામાન વિભાગ વરસાદની વિદાયની શરૂઆતની વાતો કરે છે ત્યારે મહિસાગર જીલ્લામા જતા જતા જમાવટ થતી હોય એ રીતે સમગ્ર જિલ્લાના વિસ્તારોમાં બપોરબાદ ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધા બાદ ગરમી અને ઉકળાટમાં સતત વધારો નોંધાયો હતો ત્યારે અચાનક બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધીમેધારે વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જેના લીધે પ્રજાને ગરમી અને અસહ્ય બફારાથી રાહત મળી છે ઉલ્લેખનીય છે કે વિરપુર તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે જેમાં પણ શનીવારના રોજ બપોરના સમયે પડેલા ભારે વરસાદના પગલે નદી નાળા તળાવો ફરીથી છલોછલ થયાં છે ત્યારે તાલુકામાં દિવસ દરમ્યાન ૧૭ મીમી વરસાદ નોંધાયો છે તો તાલુકામાં અત્યારસુધીનો સીઝનનો કુલ ૧૦૭૨ મીમી વરસાદ નોંધાયો...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.