સુરેન્દ્રનગરમાં પાંચ દિવસ પહેલા લોકાર્પણ થયેલા 5 કરોડનાં બ્રીજમાં તિરાડો પડી
એજન્સી કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવા માંગ
સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ સ્થળો ઉપર વિકાસના કામો ચાલી રહ્યા છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતી લઈ રતનપર સુધીનો બ્રિજ પાંચ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકા દ્વારા ગ્રાન્ટ વાપરી અને પાંચ કરોડના ખર્ચે બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું છે અંદાજી ત્રણ વર્ષ જેટલા સમયગાળામાં કામ ચાલ્યું છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ આ બ્રિજ ખુલ્લો મૂકી અને પાંચ દિવસ જેટલો સમયગાળો થયો છે ત્યાં આ બ્રિજ ઉપર તિરાડો પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે સવાલ એ છે કે આ બ્રિજનું કામ નિર્માણ સમયે કેવું થયું હશે તેની સામે કેટલાક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ખાસ કરીને કોન્ટ્રાક આપવામાં આવ્યો કે પાંચ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવવાનો હતો ત્યારે આની પાછળ હકીકતમાં કેટલા પૈસા વપરાયા છે એ પણ સળગતો સવાલ છે પાંચ દિવસ પહેલા ધારાસભ્ય જગદીશ મકવાણાએ ખુલ્લો મૂક્યો હતો અને લોકોની સુવિધામાં વધારો થાય તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા અને આવા હજુ પણ સુરેન્દ્રનગર શહેરમાં ત્રણ બ્રિજ નિર્માણ થશે તે પ્રકારનો વાયદો સ્થાનિક લોકોને સ્થાનિક જનતાને આપ્યો હતો પરંતુ બ્રિજ ખુલ્લો મુકિયાના પાંચમા દિવસે આ બ્રિજ ઉપર તિરાડો પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો ઊભા થયા છે અને તિરાડો પડી ગઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે ત્યારે આ બ્રિજના નિર્માણમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તેની સામે પણ લોકો સવાલ ઊભા કરી રહ્યા છે સ્થાનિક લોકોએ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ કર્યા છે અને બ્રિજની આવડતા 50 વર્ષથી વધુની હતી પરંતુ તે પાંચ દિવસ પણ નથી ટક્યો તે પ્રકારના કોમેન્ટ સોશિયલ મીડિયા ઉપર થઈ રહ્યા છે બીજી તરફ હવે સવાલ એ છે કે આ બ્રીજના નિર્માણ સમયે એન્જિનિયરિંગ તેમજ જે ટીમ કામે લાગી હતી જે કોન્ટ્રાક્ટર એ કોન્ટ્રાક્ટ રાખ્યો હતો તે કોન્ટ્રાક્ટરે કેવા પ્રકારની કામગીરી કરી હશે કે પાંચમા દિવસે તિરાડો આ બ્રિજમાં પડી ગઈ છે નીચેના ભાગે પણ સળિયા દેખાવા લાગ્યા છે ત્યારે હવે આ પ્રકારે કામગીરી થશે તો કેવા ટકાઉ કામ થશે અને કેવા લોક ઉપયોગી કામો થશે તે પણ એક સળગતો સવાલ છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ માત્ર પાંચ દિવસમાં બ્રિજની હાલત સામે આવી ગઈ છે અને ખાસ કરીને તાળા પડી ગયા હોવાના કારણે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર તેમાં જિલ્લાના પાંચ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં મળેલી એક રવિવારની દિવસની બેઠકમાં મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહ્યા હતા પરંતુ આ બેઠકમાં મુળુભાઈએ હાજર પ્રતિનિધિઓને કર્મચારી અધિકારીઓને ટકોર કરી હતી કે સુરેન્દ્રનગર જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતા કામોની ગુણવત્તા નથી જળવાતી તે પ્રકારની ફરિયાદો વારંવાર તંત્રને મળી છે ત્યારે મુખ્યમંત્રી પણ આ મામલે ગંભીરતા દર્શાવી રહ્યા છે અને જે કામો થઈ રહ્યા છે તેમાં ગુણવત્તા જળવાઈ જરૂરી છે અને જેટલી ગ્રાન્ટ વપરાવી જોઈએ એની સો ટકા ગ્રાન્ટ વપરાવી જરૂરી છે હવે આ પ્રકારની ટકોર મંત્રી મુળુભાઈ બેરાએ જિલ્લા કલેકટરની આગેવાની હેઠળ મળેલી બેઠકમાં કરી હતી જેમાં ધારાસભ્યો પણ હાજર હતા પરંતુ આ બ્રિજ ખુલ્લો મુકી અને પાંચ દિવસમાં જ તાડા પડી ગયા છે ત્યારે હવે આ ટકોર કેટલી યોગ્ય કારણ કે શેઠની શિખામણ જાપા સુધી તેવા પ્રકારના દ્રશ્યો ઊભા થયા છે ફિટનેસ સર્ટિફિકેટ સામે પણ સવાલ બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું હતું ત્યારે વચ્ચે કામ ઘણા સમય સુધી બંધ રહ્યું હતું તે દરમિયાન નગરપાલિકા અને લોકસભાની ચૂંટણીઓ નજીક આવતી હોવાના કારણે તાત્કાલિક પણે આ કામ પૂર્ણ કરી અને લોકોની ઉપયોગ અને સેવા માટે આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવે તે પ્રકારની તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે બ્રિજનું કામ તાત્કાલિક પૂરું કરવા માટે કોન્ટ્રાક્ટરોના કામે લગાવવામાં આવ્યા હતા અને એન્જિનિયરને પણ કામે લગાવવામાં આવ્યા હતા પરંતુ બ્રિજનું નિર્માણ થયું તે સમયે ફિટનેસ સર્ટી લેવું જરૂરી હોય છે ત્યારે સર્ટી કયા આધારે આપવામાં આવ્યું હશે તેની સામે પણ સવાલ છે કારણ કે આ પુલ બન્યાના પાંચમા દિવસે જ તે પુલના ઉપરના ભાગે તાળા પડી ગયા છે અને નીચેના ભાગે સળિયા દેખાવા લાગ્યા છે તો તંત્રએ ફિટનેસ સર્ટી આપી કયા આધારે આપ્યું હશે પુલ ખુલ્લો મુકવામાં ભૂલ કોની પુલ ખુલ્લો મુક્યો એમાં ભૂલ કોની તંત્રની કે પછી કોન્ટ્રાક્ટરની કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ સવાલ સુરેન્દ્રનગર જિલ્લાની જનતા કરી રહી છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાંચ લાખની લીડ સાથે જીતવાના સંકલ્પ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ સંકલ્પ સાકાર કરવા માટે લોકોની નજરમાં જે પાંચ વર્ષમાં થયા ન હોય તેવા કામો દેખાડવા માટે તાત્કાલિક કામો પૂરા કરાવવામાં આવી રહ્યા છે પરંતુ આ કામો કેવા પ્રકારના થઈ રહ્યા છે કેવી કોલેટીના થઈ રહ્યા છે તેની સામે કોઈ જોતું નથી નથી નેતાઓ જોતા નથી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોતા નથી કે અધિકારીઓ જોતા માત્ર કામ લોકોને દેખાવું જોઈએ માત્ર એ જોઈ રહ્યા છે પરંતુ આ કામ નબળી ગુણવત્તાનું અને ક્વોલિટી અત્યંત નબળી હોય તેવા પ્રકારના થતા હોવાની ફરિયાદો તંત્રને મળી છે મંત્રી ખુદ સ્વીકારી રહ્યા છે કે જિલ્લામાં થતા કામો નબળી કોલેટીના થઈ રહ્યા છે તો મંત્રીને મુળુભાઈ બેરાને આ પ્રકારની ખબર છે તો સ્થાનિક નેતાઓને કેમ નથી ખબર પડતી અને મોટી દુર્ઘટના સર્જાય તે માટેની રાહ જોઈને આ લોકો બેઠા છે તે પણ સુરેન્દ્રનગર શહેરીજનો સવાલ કરી રહ્યા છે પુલનું સર્વે હાથ ધરી રીટેસ્ટિંગ કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.