વિદેશી દારૂ ના કેસમાં નવેક મહિનાથી નાસ્તા ફરતા લાલશાહી વાળા આરોપીને ઝડપી પાડયો.
તા.22/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી પીઆઇ વી વી ત્રિવેદી સાહેબે એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગંભીર ગુના તેમજ પ્રોહીબીશન તથા જુગાર કે અન્ય ગુનાઓ કરી નાસ્તા ફરતા આરોપીઓને પેરલ ફ્લો કે વચનગાળાના જામીન મેળવી પેરોલ જમ્પ થયેલ લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના માર્ગદર્શક હેઠળ એલસીબી ટીમના પીઆઇ વી વી ત્રિવેદી, પીએસઆઇ વી આર જાડેજા, એએસઆઈ એન ડી ચુડાસમા, નિકુલસિંહ ભૂપતસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા હ્મુમન સોર્સથી ઊંડાણપૂર્વક તપાસ કરી મૂડી પોલીસ સ્ટેશનના ગુનામાં ઘણા સમયથી નાસ્તા ફરતા લાલશાહી વાળા આરોપી વિજયભાઈ લગધીરભાઈ ખાચર જાતે કાઠી દરબાર ઉ.30 મૂળ ગામ સાંકળી સુરેન્દ્રનગર વાળો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત રીવરફ્રન્ટ વચ્ચેથી મળી આવતા મજકુર આરોપીની પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનાનો આચરેલ હોવાથી તથા ગુનામાં લાંબા સમયથી નાસ્તો ફરતો હોવાની કબુલાત આપતા મજકુર આરોપીને સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપી આપેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.