ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાના આલીદર ગામે ગુરુપૂર્ણિમા નિમિત્તે બાપા-સીતારામની તિથીની ધામધૂમ ઉજવણી કરવામાં આવી
તા:13 ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતશ્રી બાપા-સીતારામ બગદાણાનાં માહોલ જેવો આજે દરેક ગામડામાં એક એક જગ્યાએ બાપા-સીતારામની ઉજવણી ગુરુપૂર્ણિમા નિમિત્તે કરવામાં આવે છે ત્યારે અનેક લાખો શ્રદ્ધાળુ આ ગુરુપૂર્ણિમા નિમિત્તે બગદાણા ચાલીને પોતાના વાહનો લઈને બાપા-સીતારામનાં ધામમાં બગદાણા દર્શનાર્થે પણ જતા હોય છે બગદાણા ધામમાં આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે લોક ડાયરો પ્રાચીન ભજનો અને કલાકારો પણ હોય છે ત્યાં આજે અને ચાલું દિવસોમાં પણ સતત ભોજનાલયમાં પ્રસાદી પણ ચાલુ હોય છે જ્યાં આજે લાખો શ્રદ્ધાળુ ભક્તો અનેક લોકો દર્શનાર્થે જતા હોય છે
ત્યારે સતત ધોધમાર વરસાદ સતત બે દિવસથી પડતા બે દિવસથી વરસાદથી અનેક વાહન વ્યવહારો બંધ થતા આજે લાખો શ્રદ્ધાળુ માટે બગદાણા જાવું પણ મુશ્કેલ હોય તો આજે અનેક લાખો ભક્તો બગદાણા ધામમાં જવા માટે સતત પડતાં વરસાદથી ભક્તોમાં નિરાશા જોવા મળતી હતી જેમાં આજે ગુરુ પૂર્ણિમા જેવો પવિત્ર દિવસ હોય અને હજુ પણ હવામાન વિભાગે સતત બે દિવસની ગુજરાતમાં વધુ વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે આજે અનેક સ્કૂલ-કોલેજો પણ બંધ હોય ત્યારે આજે બગદાણા જવા માટે પણ અનેક શ્રદ્ધાળુઓમાં બગદાણા નાં જવાની નિરાશા જોવા મળે છે
ત્યારબાદ આજે પણ આત્મા અમર હોય એ રીતે ગામડે ગામડે સંતશ્રી બાપા-સીતારામ બંડી વાળાની ધામધૂમથી તિથીની પણ ઉજવણી કરતા જોવા મળે છે જેમાં આલીદર ગામે નાના-બાળકો ખુશી સાથે પ્રસાદને મહાપ્રસાદ બનાવીને લોકો સુધી પહોંચાડી અને આજે પણ બાપા-સીતારામની દરેક જગ્યાએ ઓટલા રોટલો આ આપણાં વડિલોની પરંપરા હોય આ સંસ્કૃતિ પણ હજુ જીવિત છે અને આજે ગામડે-ગામડે બંડી વાળા બાપાસીતારામની સ્થાપના કરવામાં આવેલ છે જ્યાં આજે ગુરુપૂર્ણિમાં નીમિત્તે બાપા-સીતારામની ધામધૂમથી લોકો તિથીની ઉજવણી કરતા જોવા મળે છે
પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.