મોબાઇલ ફોન નંગ-૭૧ કિ.રૂ.૧૦,૯૬,૮૬૬/-સહિત કુલ રૂ.૧૧,૨૧,૮૬૬/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time

મોબાઇલ ફોન નંગ-૭૧ કિ.રૂ.૧૦,૯૬,૮૬૬/-સહિત કુલ રૂ.૧૧,૨૧,૮૬૬/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ, ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. પો.સબ ઇન્સ. શ્રી વી.વી. ધાંગુ, શ્રી એમ.જે કુરેશી એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ

તા.૨૧/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસ સબબ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો ભદેશભાઇ પંડયા તથા તરુણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભુતનાથ મહાદેવ તરફથી એક મો.સા લઇને ત્રણ માણસો મોબાઇલ ફોન વેચવા માટે મહુવા ટાઉનમા આવવાના છે અને આ મોબાઇલ ફોન તેઓએ કોઇ પાસેથી છળકપટ થી મેળવેલ અથવા ચોરી કરી લાવેલ હોવાની શંકા અંગેની બાતમી મળતાં બાતમીવાળી જગ્યાએ વોચમાં રહેતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મોબાઇલ ફોન તથા મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ.જે મોબાઇલ ફોન તથા મોટર સાયકલ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય. જે મોબાઇલ ફોન તથા મોટર સાયકલ શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.આ મોબાઇલ ફોન તથા મોટર સાયકલ વિશે પુછપરછ કરતાં નીચે મુજબનાં માણસોએ ગઇ તા.૧૧- ૧૨/૦૨/૨૦૨૪ના રોજ મહુવા, બસ સ્ટેન્ડ પાસે આવેલ મોબાઈલ ફોનની દુકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી દુકાનમાં લગાડેલ સી.સી.ટી.વી કેમેરાનું ડી.વી.આર પણ કાઢી લઇ ચોરી કર્યા અંગેની કબુલાત આપેલ. જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તેઓને મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ ઇસમો:-

1. પ્રકાશભાઈ ભુપેન્દ્રભાઇ રાઠોડ ઉ.વ.૨૧ ધંધો-મજુરી રહે.રોહીશા ચોકડી તા.મહુવા જી.ભાવનગર

2. દીપકભાઇ ઉર્ફે દીપો પરશોતમભાઈ શિયાળ ઉ.વ.૨૩ ધંધો-ગેરેજનો રહે. મુળ-પ્લોટ વિસ્તાર, ઓથા તા.તળાજા જી.ભાવનગર હાલ-રૂમ નં.૬, કમલ પાર્ક સોસાયટી, વરાછા, લંબે હનુમાન રોડ, સુરત શહેર

3. શૈતાનસીંગ જશવંતસીંગ સોલંકી ઉ.વ.૩૬ ધંધો-મજુરી રહે પાલડી તા. સાંચોર થાના ચાંચોર જી.જાલૌર રાજય- રાજસ્થાન હાલ- રૂમ નં.s, કમલ પાર્ક સોસાયટી, વરાછા, લંબે હનુમાન રોડ, સુરત શહેર

કબ્જે કરેલ મુદામાલ -

1. અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૭૧ કિ.રૂ.૧૦,૯૬,૮૬૬/-

2. કાળા કલરનુ હિરો સ્પ્લેન્ડર મો.સા. રજી.નંબર:-GJ-04-EB 2558 કિં.રૂ.૨૫,૦૦૦/-મળી કુલ રૂ.૧૧,૨૧,૮૬૬/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ

ભાવનગર, લોકલ કાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ શ્રી કે.એસ.પટેલ પો.સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ શ્રી એમ.જે.કુરેશી તથા સ્ટાફના અશોકભાઇ ડાભી. તરૂણભાઇ નાંદવા, મહેન્દ્રસિંહ સરવૈયા, ભદ્રેશભાઈ પંડયા, પીનાકભાઇ બારૈયા, હરપાલસિંહ ગોહિલ સહિતનાઓ પોલીસ સ્ટાફ

રીપોર્ટ:-રમેશ.જીંજુવાડીયા-મહુવા

Mo.94844 50947
_______________________
મહુવા આસપાસની બનતી દરેક પ્રકારની ઘટનાઓના વિડિયો તેમજ ફોટાઓ મોકલો અમારા વોટ્સએપ નંબર 75670 26877 પર


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.