લીમડાચોકની ફાર્મા પેઢીમાં આગ લાગતા દવાઓ-સર્જીકલ સામાન બળીને ખાખ: 2 લાખનું નુકશાન
શહેરના લીમડા ચોકમાં સુદર્શન કોમ્પ્લેક્ષના ત્રીજામાળે આવેલ કિશન ફાર્મા નામની પેઢીમાં અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. અને આગ બુઝાવી હતી. જો કે બનાવમાં દવાઓ સર્જીકલ સામાન સહિત બે લાખનું નુકશાન થયું છે.ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યા મુજબ સાંજે 6 વાગ્યા આસપાસ આગ લાગ્યાના ખબર મળતા ચીફ ફાયર ઓફિસર ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા, ફાયર સ્ટેશન ઓફિસર દવે, નડીયાપરા, કિરણભાઈ ફાયરમેન જયસુખભાઈ, રવજીભાઈ, નવજીતસિંહ વગેરે સ્ટાફ બે ફાયર ફાયટર સાથે દોડી ગયો હતો. સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. અને આસપાસની ઓફિસરોમાં આગ ફેલાતા બચાવી લીધી હતી. કિશન ફાર્મા પેઢીમાં મેડીકલ-સર્જીકલ સામાન અને દવાઓ આગમાં બળી ગયા હતા.શોટ સર્કિટથી આગ લાગ્યાનું તારણ છે. બનાવમાં કોઈ જાનહાની થયેલ નહોતી.ફાર્મા પેઢીના માલિક કીરીટભાઈ કાંતિભાઈ મેર અને રૂષિત કે.મેર લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યાં આગ લાગ્યાની જામ થતા દોડી આવેલા. તેમના જણાવ્યા મુજબ તેમની પેઢી અહી બે વર્ષથી કાર્યરત છે. આગમાં બે લાખનું અંદાજીત નુકશાન થયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.