ઝાંપ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિધાનસભા ગૃહની મુલાકાત લીધી
ઝાંપ પ્રાથમિક શાળાનાં SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ)ના વિધાથીઓના યુનિટને વિધાનસભાની મુલાકાત કરાવવામાં આવી હતી.જેનું આયોજન શાળાના શિક્ષક પ્રવીણભાઈ ભાઈરામભાઈ પટેલ,કાંતિભાઈ અને અશ્વિનભાઈની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકોને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત અને ત્યારબાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત કરાવવામાં આવી હતી તેમજ વિધાનસભા ગૃહની મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો હતો.ભારતની લોકશાહી પદ્ધતિને નજીકથી નિહાળી વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદની અનુભૂતિ કરી હતી આમ બાળકોનો શૈક્ષણિક પ્રવાસ યાદગાર બન્યો હતો અને આ સુંદર પ્રવાસનું આયોજન કરવા બદલ શિક્ષકોનો આભાર માનેલ અને ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ
રીપોર્ટર. મુકેશ ધલવાણીયા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.