બાવળા તાલુકાના સાત ગામોને એલર્ટ કરાયા ધોળીધજા ડેમમાં પાણી છોડાતા
બાવળા તાલુકાના વિકાસ અધિકારી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી ધોળી ધજા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા હોય પાણી છોડવા તથા સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ જેના ભાગ રૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ધોળી ધજા ડેમ માં પાણી 18 ફૂટની સપાટી પસાર કરેલ હોય અને વધુ વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો પાણી છોડવામાં આવે માટે નીચેના બાવળા તાલુકાના કોઠાતલાવડી /કાળીવેજી/ મીઠાપુર / ગુદાનાપુરા /શિયાળ / બગોદરા/ ધીંગડા વગેરે ગામોને સંભવિત અસર થવા ની શક્યતા હોય પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સ્થળાંતર માટે વ્યવસ્થા કરવામાં તેમજ ખાદ્ય જથ્થો તથા પીવાનું પાણી વીડીએમપી પ્લાન. મુજબ તાલુકાના તમામ ગામોના તલાટી કમ મંત્રીઓને. ગામોના હેડકવાટરમાં ફરજિયાત હાજર રહેવા જણાવ્યું છે
ધોળી ધજા ડેમમાં પાણીની આવક વધતા અને હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા હોય નીચાણ વાળા ગામોને એલર્ટ રહેવા જણાવાયું છે.
રીપોર્ટ : મુકેશ ધલવાણીયા ધોળકા બાવળા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.