બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ બંન્ને વિધાનસભા બેઠકો પર ૦૮ શતાયુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે
બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. ત્યારે બોટાદ જિલ્લામાં કુલ પુરુષ મતદારોની સંખ્યા ૨,૮૭,૩૬૭, કુલ સ્ત્રી મતદારોની સંખ્યા ૨,૬૮,૦૮૬ જ્યારે ૦૫ અન્ય મતદારોની સંખ્યા મળીને કુલ મતદારોની સંખ્યા ૫,૫૫,૪૫૮ છે જે પૈકી જિલ્લામાં બંન્ને બેઠકો પર ૦૮ શતાયુ મતદાતા એટલે કે ૧૦૦ વર્ષ કે તેથી વધુ વયની આયુ ધરાવતા મતદાતાઓ લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્રે ઉલ્લેખનીય છે કે ૧૦૬-ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં નોંધાયેલા દિવ્યાંગ મતદારોની સંખ્યા-૨,૪૫૭ અને ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં નોંધાયેલા દિવ્યાંગ મતદારોની સંખ્યા ૨,૪૮૮ છે. જ્યારે ૮૦ વર્ષથી વધુ વયના નાગરિકોની કુલ સંખ્યા ૭,૨૦૧ છે. વિધાનસભા-૨૦૨૨ ની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડગ્રસ્ત લોકો માટે આ ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.