માલપુર તાલુકાનો તલાટી લાંચ લેતાં ઝડપાયો.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં તલાટી 15 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો.
માલપુર ના હેલોદર ગ્રામપંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો.
હરગોવિંદ તારાજી સુંદેશા ને એ.સી.બી. એ રંગે હાથ ઝડપી પાડ્યો.
આકારણી કરી આપવા માટે માંગી હતી લાંચ.
અરવલ્લી એ.સી.બી. એ લાંચિયા તલાટીને ઝડપી પાડ્યો.
આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદીની હેલોદર સીમમાં બીનખેતી જમીનમાં બનાવેલ દુકાનનો રજી. વેચાણ દસ્તાવેજ કરેલ. સદર દુકાન વેચાણ લેનાર વ્યક્તિના નામે આકારણી કરી આપવા સારૂ આરોપીએ રૂ. ૧૫,૦૦૦/- ની લાંચની માગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરેલ અને આજરોજ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી પકડાઇ ગયેલ છે.
જીતેન્દ્ર ભાટીયા,942918079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.