5 ટકાના વ્યાજે રૂ.1.60 લાખ લીધા બાદ વ્યાજખોરની 8 ટકા વ્યાજ વસૂલવા ધમકી
કારચાલક, રિક્ષાચાલક અને ઇલેક્ટ્રિશિયન વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીનો શિકાર બન્યા.
શહેરમાં વધુ ત્રણ વ્યાજખોર સામે કારચાલક, રિક્ષાચાલક અને ઇલેક્ટ્રિશિયને પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મહિકાના પાટિયા પાસે રાધિકા રેસિડેન્સીમાં રહી ફોર વ્હિલનું ડ્રાઇવિંગ કામ કરતા હિતેષ ચંદ્રકાંતભાઇ ખત્રી નામના યુવાનને પોતાની કાર ખરીદવા જયદીપ મનસુખ ટાંક પાસેથી ત્રણ તબક્કે 5 ટકાના વ્યાજે રૂ.1.60 લાખ લીધા હતા. સમયસર વ્યાજખોરને રકમ ચૂકવ્યા બાદ તેને વધુ એક લાખ ચૂકવવાની વાત કરતા હવે મારે રૂ.5 હજાર વ્યાજ દેવાનું થાય છે તેવું કહેતા તે ઉશ્કેરાય ગયો હતો. ત્યાર બાદ પોતાની જાણ બહાર વ્યાજખોર જયદીપ ટાંકે પાંચ ટકાને બદલે સીધા આઠ ટકાનું વ્યાજ લગાડી પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ દેતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.