છેલ્લા બે વર્ષથી જામનગર જીલ્લાના કાલાવાડ પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી જેલ ભેગો કર્યો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચના હેઠળ પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાએ જીલ્લા તથા જિલ્લા બહાર લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓમા તેમજ પ્રોહીબિશન તથા અન્ય ગુનાઓમા નાસતા ફરતા જિલ્લા તેમજ જિલ્લા બહાર રહેતા આરોપીઓ તેમજ ઘણા લાંબા સમયથી નાસતા ફરતા ઇનામી આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા સારુ એલ.સી.બી. ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને એલ.સી.બી.ની જુદી-જુદી ટીમો જિલ્લામા નાસતા ફરતા આરોપીઓ ની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી. તે અંતર્ગત ગઇકાલ એલ.સી.બી.,પો.ઇન્સ. કે.ડી.ડિંડોર ની સુચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ.ડામોર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી.ધનેશા તથા એલ.સી.બી.સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવી દાહોદ જિલ્લામા કાર્યરત હતી તે દરમ્યાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ આધારે બાતમી હકિકત મળતા જામનગર જીલ્લાના કાલાવાડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૨૦૩૦૨૧૦૭૬૦/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના પો.સ્ટે.ના ગુન્હામા નાસતા ફરતા આરોપી મુકેશભાઇ મડીયાભાઇ ભાભોર રહે.આંબલી ખજુરીયા નિનામા ફળિયુ તા.ગરબાડા જી.દાહોદની વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી, કાયદેસરની કાર્યવાહી કરવા જામનગર જીલ્લાના કાલાવાડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા માટેની તજવીજ હાથ ધરી હતી.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.