મહીસાગર જિલ્લાના ખેડુતોને ઘાસચારાના બિયારણ સહાય અંગે
મહીસાગર જિલ્લાના ખેડુતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા ઘાસચારા વિકાસ કાર્યક્રમ હેઠળ ઘાસચારાના વાવેતર માટે ઘાસચારા જુવાર (સી. એસ.એચ.-૨૪ MF વેરાયટી) (એક કીટ-૧૦કિ.ગ્રા) અને ઘાસચારા બાજરી (બી.એ.આઇ.એફ. -૧ વેરાયટી) (એક કીટ-૦૩ કિ.ગ્રા) કરવાનું થાય છે. જે ખેડુતોને ૭૫% સહાયથી બિયારણ કિટ વિતરણ રસ ધરાવતા મહીસાગર જિલ્લાના તમામ ખેડુતોને વહેલા તે પહેલાના ધોરણે ખેતીવાડીના ગ્રામસેવકશ્રી વિસ્તરણ અધિકારીશ્રી નો સંપર્ક સાધી નામ નોંધાવી લાભ મેળવવા તમામ ખેડુતોને અનુરોધ કરવામાં આવે છે.વધુ માહિતી માટે ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી) નો સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી અખબારી યાદીમાં જણાવાયુ છે.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.