રાજકોટ શહેર જીવદયા એ જ માનવધર્મ "કરુણા એનિમલ એમ્બ્યુલન્સ" સેવાયજ્ઞના સાત વર્ષ પૂર્ણ. - At This Time

રાજકોટ શહેર જીવદયા એ જ માનવધર્મ “કરુણા એનિમલ એમ્બ્યુલન્સ” સેવાયજ્ઞના સાત વર્ષ પૂર્ણ.


રાજકોટ શહેર તા.૧૧/૧૦/૨૦૨૪ ના રોજ ૧૧-ઓકટોબર, ૨૦૧૮ના રોજ રાજ્ય સરકારના પશુ પાલન વિભાગ દ્વારા અબોલ પશુ-પક્ષીઓની સારવાર અને નવજીવન આપવાના હેતુસર "કરુણા એનિમલ એમ્બ્યુલન્સ"ની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ૧૯૬૨ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને જાગૃત નાગરિક અબોલ પશુઓની સારવાર માટે "કરુણા એનિમલ એમ્બ્યુલન્સ" ને બોલાવી શકે છે. ત્યારે અબોલ પશુ પક્ષીઓ માટે સંવેદનાસભર વિચાર સાથે કરેલી શરૂઆતને આજે સફળતાપૂર્વક સાત વર્ષ પુર્ણ થયા છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા સાત વર્ષમાં "કરુણા એનિમલ એમ્બ્યુલન્સ" દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે પ્રોજેક્ટ મેનેજર ડૉ.પ્રિયાંક પટેલ અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર પરેશ પ્રજાપતિ એ વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના વેટરનરી ડોક્ટર અને સ્ટાફ દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત છેલ્લા સાત વર્ષમાં આશરે ૬૧,૧૩૨ અબોલ પશુઓને સારવાર સાથે નવજીવન આપવામાં આવ્યું છે. તેમજ ૧૨,૦૧૭ મેડિકલ, ૧૫૪૭ તબીબી પુરવઠો, ૨૦,૪૫૬ પશુ ઓપરેશન સહિતની કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત સપ્ટેમ્બર ૨૦૨૪માં કુલ ૯૬૪ જેટલા પશુઓની સારવાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે, આ તકે રાજકોટ જિલ્લાના સમગ્ર સ્ટાફે "કરુણા એનિમલ એમ્બ્યુલન્સ"ના સાત વર્ષ પૂર્ણ થવા બદલ ઉજવણી કરી હતી. તેમજ સંયુક્ત માહિતી નિયામક ડૉ.ભરત ગોહિલે આગામી સમયમાં પણ "કરુણા એનિમલ એમ્બ્યુલન્સ" વધુ સારી રીતે અબોલ પશુઓની સેવા કરે તેવી શુભકામનાઓ આપી હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.