દસાડાના પાનવા ત્રણ રસ્તા હાઇવે પરથી દારૂની હેરાફેરી કરતો એક ઈસમને ઝડપી પાડતી સુરેન્દ્રનગર એલસીબી
વિદેશી દારૂની બોટલો નંગ 326 કિ.રૂ.1,34,375 તથા સ્વીફ્ટ કાર કિ.રૂ.3,00,000 તથા મોબાઇલ નંગ 1 કિ.રૂ.5,000 એમ કુલ મળીને કિ.રૂ.4,39,375 ના મુદ્દામાલ સાથે એક કાર ઝડપાઈ.
સુરેન્દ્રનગર એલ સી બી પીઆઇ શ્રી એમ ડી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એલ સી બી ટીમના એએસઆઈ ઋતુરાજસિંહ, જુવાનસિંહ, કુલદીપસિંહ, અનિરુદ્ધસિંહ, સંજયભાઈ સહિત સમગ્ર ટીમ દ્વારા દસાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી ચોક્કસ બાતમી આધારે દસાડા શંખેશ્વર રોડ ઉપર પાનવા ત્રણ રસ્તા ખાતેથી આરોપી જશવંતસિંગ પ્રતાપસિંગ સિસોદિયા (દરબાર)ઉ.21 ઉદયપુર રાજસ્થાન વાળાને પોતાના કબજા ભોગવટા વાળી સિલ્વર કલરની મારુતિ સુઝુકી સ્વીફ્ટ ડીઝાયર ગાડી નં જીજે 01 આરકે 6226 કિ.રૂ.3,00,000 વાળીમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ 326 કિ.રૂ.1,34,375 તથા મોબાઇલ ફોન નંગ 1 કિ.રૂ.5,000 એમ કુલ મળીને કિ.રૂ.4,39,375 ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા રેડ દરમિયાન પકડી પાડી તેમજ આરોપી નંબર 2 ગુરુજીએ સદર વિદેશી દારૂનો જથ્થો કોઈપણ જગ્યાએથી ભરાવી પોતાના સાગરિત આરોપી નંબર 3 ઉદય નામના માણસ મારફતે આરોપી નંબર 1 ને જય અંબે ઢાબા ખાતેથી આપી હાજર નહીં મળી આવતા તમામ આરોપીઓએ વિદેશી દારૂનો જથ્થો પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં વેચાણ કટીંગ અર્થે મોકલાવી હેરાફેરી કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય તેમજ મુદ્દામાલ કબજે કરી મજકુર આરોપીઓ તથા તપાસમાં ખૂલે તે તમામ ઇસમો સામે પ્રોહી ધારા હેઠળ દસાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.