18 કરોડના ખર્ચે બનેલા હાડોડ બ્રિજનો અમુક ભાગ બેસી ગયો, એક વર્ષ પહેલા મંત્રીએ કર્યું હતું લોકાર્પણ - At This Time

18 કરોડના ખર્ચે બનેલા હાડોડ બ્રિજનો અમુક ભાગ બેસી ગયો, એક વર્ષ પહેલા મંત્રીએ કર્યું હતું લોકાર્પણ


મહીસાગર જિલ્લામાં 18 કરોડના ખર્ચે બનેલા હાડોડ બ્રિજનો અમુક ભાગ એક વર્ષમાં જ બેસી ગયો છે. આ બ્રિજનું લોકાર્પણ એક વર્ષ પહેલા તત્કાલીન મંત્રી પૂર્ણેશ મોદીએ કર્યું હતું. મહીસાગરમાં લુણાવાડા – અમદાવાદ અને ગાંધીનગરને જોડતા માર્ગ ઉપર આવેલ હાડોડ બ્રિજનો અમુક ભાગ એક બાજુથી બેસી ગયો છે.
આ બ્રિજ શિવાલય ઇન્ફાસ્ટકચર કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો.પુલની બાજુમાં આવેલ માર્ગ સતત ધોવાઈ રહ્યો છે. વર્ષ 2022માં બ્રીજનું પૂર્ણેશ મોદી દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

18 કરોડના ખર્ચે બનેલો હાડોડ બ્રિજ હાલ મહીસાગર નદીના વહેણમાં જવાની તૈયારીમાં છે. બ્રિજ ની બાજુમાં આવેલ માર્ગ પર મોટા મોટા ગાબડા પડી રહ્યા છે. બ્રિજ એક બાજુથી નમ્યો હોય તેવી પણ આશંકા છે.
બ્રિજની બંને તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી માર્ગને સદંતર બંધ કરી દેવામાં આવ્યો. માર્ગ અત્યંત જોખમી હોવાના કારણે અવરજવર બંધ કરવામાં આવી છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.