રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ભારતીય સેવાઓના પ્રોબેશનરી અધિકારીઓ સાથે મુલાકાત કરતાં કલેક્ટરશ્રી. - At This Time

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ભારતીય સેવાઓના પ્રોબેશનરી અધિકારીઓ સાથે મુલાકાત કરતાં કલેક્ટરશ્રી.


રાજકોટ શહેર તા.૧/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર કલેક્ટર કચેરી ખાતે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન મસુરી ખાતે ટ્રેનિંગ લઈ રહેલા અને ફિલ્ડ સ્ટડી એન્ડ રિસર્ચ પ્રોગ્રામ માટે પ્રોબેશનરી IAS તેમજ અન્ય સેવાના ઓફિસરોશ્રી અભિનવ જૈન, શ્રી ક્રિષ્નકાંત કંવરિયા, શ્રી રિષભ ભોલા, શ્રી શુભાંકર પાઠક, શ્રી સોનમ, શ્રી તન્મય કાલે સાથે કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ તેમજ જીલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કલેક્ટરશ્રીએ અધિકારીઓ સાથે જીલ્લાના વિવિધ જગ્યાએ કરેલી સ્થળ મુલાકાત દરમિયાન કરેલાં અવલોકનો અંગેનો તલસ્પર્શી વાર્તાલાપ કર્યો હતો. ઉપરાંત આરોગ્ય, ખેતી, ઉદ્યોગ, શિક્ષણ, પંચાયતી રાજ, યુવા વિકાસ, ગરીબી નિવારણ, સામાજિક પ્રગતિ, કો-ઓપેરેટિવ ક્ષેત્ર વગેરેની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચાઓ કરી હતી. તેમજ આ ક્ષેત્રોના વિકાસમાં નડતી સમસ્યાઓને કેવી રીતે દૂર કરી શકાય તે માટે વિમર્શ કર્યો હતો. અધિકારીઓ દ્વારા ધ્યાને દોરેલ તમામ બાબત પર જીલ્લા વહીવટી તંત્ર વિશેષ ધ્યાન આપીને પ્રયાસો કરશે તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. આ મુલાકાત દરમ્યાન કલેક્ટરશ્રીએ રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિને લીધે પાણીની અછત અને સૌની યોજનાથી થયેલ પરિવર્તન, i-khedut પોર્ટલ દ્વારા ખેડૂતોને અપાતી પ્રસંશનીય સેવાઓ અને સબસિડી, પ્રદેશમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સારી માળખાકીય સુવિધાઓ સ્ત્રી સશક્તિકરણ અને અન્ય સામાજિક મુદ્દાઓ વગેરે વિશે માહિતી આપી હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.