શિહોર તાલુકાના વળાવડ ગામે રોકડ રૂ.૩૧,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપતાનાં પાનાનો જુગાર રમતાં ત્રણ માણસોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર - At This Time

શિહોર તાલુકાના વળાવડ ગામે રોકડ રૂ.૩૧,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપતાનાં પાનાનો જુગાર રમતાં ત્રણ માણસોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર


*રોકડ રૂ.૩૧,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપતાનાં પાનાનો જુગાર રમતાં ત્રણ માણસોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર*

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજ તા.૦૧/૧૦/૨૦૨૨નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉનડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન શિહોરનાં વળાવડ ગામ પ્લોટ વિસ્તારમા આવેલ મોમાઇ માતાના મંદીર પાસે ખુલ્લી જાહેરમાં જગ્યામા અમુક ઇસમો સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાના પાના-પૈસાથી હારજીતનો જુગાર રમતાં હોવાની માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો પાસેથી *ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડ રૂ.૩૧,૧૦૦/-નો મુદ્દામાલ* કબ્જે કરવામાં આવેલ. તેઓની વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

*આરોપીઓઃ-*
(૧) વિકાસભાઇ ભગવાનભાઇ પંડીત ઉ.વ ૩૫ ધંધો-મજુરી રહે.હરેશભાઇના મકાનમાં, ખાડીયા વિસ્તાર ચોકમાં, શિહોર મુળ-ભુલીયા ચોક તા.રામપુર જી.વારાણસી ઉત્તરપ્રદેશ
(૨) ભુપતભાઇ રણછોડભાઇ રાણા ઉ.વ.૫૦ ધંધો-ડ્રાયવીંગ રહે.જીતુભાઇના મકાનમાં, સીંધી કેમ્પ શિહોર જી ભાવનગર
(૩) દશરથભાઇ દેવજીભાઇ ઝીંઝુવાડીયા ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે. ભોજપરા તા.જી.ભાવનગર
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા,શકિતસિંહ સરવૈયા,હરીચંદ્દસિંહ ગોહિલ વગેરે સ્ટાફ જોડાયા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon