અમદાવાદ ફોર્ટ તથા ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ” બુઘ્ઘ પૂર્ણિમાના દિવસે તથા વાત્સલ્ય સિનીયર સિટીઝન હોમના સ્થાપના દિન ” નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજહરિદ્વારના ગૃહે ગૃહે ગાયત્રીયજ્ઞ અભિયાન અંતર્ગત ગાયત્રીયજ્ઞનું તથા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ,જૂના વાડજ સર્કલ નજીક રાખવામાં આવેલ.
લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ તથા ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા " બુઘ્ઘ પૂર્ણિમાના દિવસે તથા વાત્સલ્ય સિનીયર સિટીઝન હોમના સ્થાપના દિન " નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજહરિદ્વારના ગૃહે ગૃહે ગાયત્રીયજ્ઞ અભિયાન અંતર્ગત ગાયત્રીયજ્ઞનું તથા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ,જૂના વાડજ સર્કલ નજીક રાખવામાં આવેલ.
આ પ્રસંગે મુખ્ય મહેમાન ડો. પ્રકાશભાઈ પરમાર, જનરલ સેક્રેટરી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ, શ્રી અશોકભાઈ શીલુ ડેપ્યુટી સેક્રેટરી, તથા શ્રી હેમંતભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, હાજર રહી ગાયત્રી યજ્ઞમાં સહભાગી થયા હતા. ડોક્ટર ધવલ પટેલ,ઓર્થોપેડિક સર્જન દ્વારા સૌ વડીલોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. શ્રી નૈતિકભાઈ બેન્કર્સ દ્વારા સૌ વડીલોને કેક આપવામાં આવી હતી.
કાર્યક્રમના કોર્ડીનેટર લાયન ગિરીશ પટેલ, પબ્લિક રિલેશન ઓફિસર લાયન્સ ક્લબ હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.