ક્રિતી સેનન બની બિગ-બીની પાડોશી:અલીબાગમાં 2.25 કરોડમાં ખરીદી પ્રોપર્ટી, 3 મહિનાપહેલાં અમિતાભ બચ્ચને અહીં ખરીદ્યો હતો કરોડોનો પ્લોટ - At This Time

ક્રિતી સેનન બની બિગ-બીની પાડોશી:અલીબાગમાં 2.25 કરોડમાં ખરીદી પ્રોપર્ટી, 3 મહિનાપહેલાં અમિતાભ બચ્ચને અહીં ખરીદ્યો હતો કરોડોનો પ્લોટ


એક્ટ્રેસ ક્રિતી સેનને અલીબાગમાં 'ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા'માં પ્રીમિયમ પ્લોટ ખરીદ્યો છે. આ સાથે જ એક્ટ્રેસ અમિતાભ બચ્ચનની પાડોશી બની ગઈ છે. સૂત્રોનું માનીએ તો એક્ટ્રેસે આ 2000 ચોરસ ફૂટના પ્લોટ માટે અંદાજે રૂ. 2.25 કરોડ ચૂકવ્યા છે. ક્રિતીના પિતા રાહુલ સેનન પ્લોટની રજીસ્ટ્રેશન પ્રોસેસમાં હતા. શાંતિ અને ગોપનીયતા જોઈએ છે: ક્રિતી સેનન
તેના પ્રથમ રોકાણ વિશે વાત કરતા ક્રિતીસેનને કહ્યું, 'હું ખુશ છું કે હવે હું અલીબાગમાં આ જમીનની માલિકી ધરાવુ છું. મારી પોતાની જમીન ખરીદવી એ મારા માટે ઘણું મહત્ત્વ રાખે છે, મારી નજર ઘણા સમયથી અલીબાગ પર હતી. હું માત્ર એવી જગ્યાએ રોકાણ કરવામાગતી હતી જ્યાં મને શાંતિ અને ગોપનીયતા મળી શકે. મારા પિતા પણ આ રોકાણથી ખૂબ ખુશ છે. તેમણે વધુમાં કહ્યું, 'તે એક ઉત્તમ સ્થાન છે, જે માંડવા જેટીથી માત્ર 20 મિનિટના અંતરે આવેલું છે અને અલીબાગમાં વચ્ચે જ છે. અલીબાગમાં રોકાણ કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં. બિગ બીએ 3 મહિના પહેલાં અહીં કરોડોની કિંમતનો પ્લોટ ખરીદ્યો હતો
એપ્રિલ 2024માં અમિતાભ બચ્ચને પણ અલીબાગમાં આ જ પ્રોજેક્ટમાં 10,000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો. એટલું જ નહીં, તેમણે અયોધ્યામાં પણ આ જ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. ત્યાં પણ તેમણે 10,000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો છે. ક્રિતી સેનને તેલુગુ ફિલ્મ 'નેનોક્કાદીન'થી તેની કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે મહેશ બાબુ સાથે જોવા મળી હતી. તે જ સમયે ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ 'હીરોપંતી' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ક્રિતીએ 'લુકા છુપી', 'બરેલી કી બરફી' અને 'મિમી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ 'મિમી'માં તેના શાનદાર એક્ટિંગ માટે તેને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવૉર્ડ મળ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.