બાગાયત યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકાયું - At This Time

બાગાયત યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકાયું


બાગાયત યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકાયું

સાબરકાંઠા જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે બાગાયત ખાતુ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ : ૨૦૨૪-૨૫ માટે નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકી છે. આ યોજનાઓનો લાભ લેવામાટે આઇ-ખેડુત પોર્ટલ તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી અરજી કરવા ખુલ્લુ મુકાયુ છે. જેમાં શાકભાજી પાકોમાં પ્રાક્રુતિક કૃષિને પ્રોત્સહન આપવાની યોજના, ફળપાકોના (આંબા તથા લીંબુ ફળઝાડ) જુના બગીચાઓના નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયામાં ફળઝાડ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ ઘટક માટે આઇ- ખેડુત પોર્ટલ તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ. આ યોજનાનો લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સમયમર્યાદામાં સહાયલક્ષી યોજનાઓની કરેલી અરજીઓની નકલ સાથે જરૂરી સાધનીક કાગળો જેવાકે તાજેતરના ૭,૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ, વાવેતર અંગેનો તલાટીશ્રીનો દાખલો વગેરે સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી સાબરકાંઠા, બહુમાળી ભવન સી-બ્લોક ભોયતળીએ, હિંમતનગર ખાતે બિનચુક જમા કરાવવાના રહેશે.એમ નાયબ બાગાયત નિયામક સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.