ખાદ્યતેલમાં મોટા પાયે ભેળસેળની શંકા, 27 મિલ-પેઢીમાં તપાસ - At This Time

ખાદ્યતેલમાં મોટા પાયે ભેળસેળની શંકા, 27 મિલ-પેઢીમાં તપાસ


રાજકોટ જિલ્લાની 16 ઓઈલ મિલ સહિત 24માંથી નમૂના જ્યારે શહેરી વિસ્તારમાં 3 જથ્થાબંધ પેઢીમાંથી સેમ્પલ લેવાયા

ફૂડ સેફ્ટીની ગાંધીનગર સ્થિત વડી કચેરીએ જ ખાસ ડ્રાઈવ કરવા સૂચના આપતા અધિકારીઓએ કરી દોડાદોડ

રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી સિંગતેલના ભાવો વધીને સ્થિર થયા છે. સિંગતેલમાં સતત ભાવ વધેલા રહેવાને કારણે અનેક સ્થળોએ સિંગતેલમાં અન્ય તેલની ભેળસેળ કરીને નફાખોરી કરવાની વૃત્તિ પકડાઈ છે. એવામાં રાજ્યની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીને એવી ગુપ્ત માહિતી મળી છે કે હાલમાં સિંગતેલના વધારેલા ભાવનો લાભ લઈને ભેળસેળ કરીને માલ વેચવાની પેરવી વધી ગઈ છે. જેને લઈને તુરંત જ તમામ ફૂડ સેફ્ટી ઓફિસમાં સેમ્પલ લેવા માટે આદેશ કરાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.